• Home
  • News
  • છટણીનો દોર યથાવત! હવે આ કંપનીએ 8 ટકા કર્મચારીઓને છૂટા કરવાનો લીધો નિર્ણય
post

417 કંપનીઓએ વૈશ્વિક સ્તરે 1 લાખ 20 હજારથી વધુ કર્મચારીઓની છટણી કરી

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-01 17:27:49

ગુગલ, મેટા, માઈક્રોસોફ્ટ સહિત અનેક કંપનીઓમાં છટણીના સમાચાર સાંભળવા મળતા હતા. હવે વધુ એક કંપનીએ તેના કર્મચારીઓને છુટા કર્યા છે. એવામાં હવે Eventbrite Inc નામની કંપનીએ તેના કર્મચારીઓને છૂટા કર્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર, તેણે તેના 8 ટકા કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે. ડિસેમ્બર 2022 સુધીમાં Eventbrite પાસે 881 ફુલ-ટાઇમ કર્મચારીઓ હતા. જેમાંથી 508 અમેરિકામાં નોકરી કરતા હતા.

417 કંપનીઓએ વૈશ્વિક સ્તરે 1 લાખ 20 હજારથી વધુ કર્મચારીઓની છટણી કરી 
Eventbrite એક એવી કંપની છે જે ઇવેન્ટ મેનેજમેન્ટ અને ટીકીટ બુકિંગ સેવા પ્રદાન કરે છે. હાલ તે કંપનીએ લગભગ 30 ટકા કર્મચારીઓને ટ્રાન્સફર કરવાનો પણ નિર્ણય લીધો છે. એક અહેવાલ અનુસાર, તેને આર્જેન્ટિના-યુએસથી સ્પેન અને ભારતમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ટેક કંપનીઓમાં કામ કરતા લોકો માટે વર્ષ 2023 સૌથી ખરાબ વર્ષ સાબિત થયું છે. કારણ કે, માત્ર બે મહિનામાં 417 કંપનીઓએ વૈશ્વિક સ્તરે 1 લાખ 20 હજારથી વધુ કર્મચારીઓની છટણી કરી છે. 

2022માં 1 લાખ 61 હજારથી વધુ કર્મચારીઓની છટણી
એક છટણી ટ્રેકિંગ સાઇટ અનુસારના, 1046 ટેક કંપનીઓએ 2022માં 1 લાખ 61 હજારથી વધુ કર્મચારીઓની છટણી કરી છે.  Eventbrite કંપનીએ જણાવ્યું હતું કે, ગ્રાહક સપોર્ટ અને કામગીરી સાથે સંકળાયેલા લગભગ તમામ લોકોને યુએસની બહારના સ્થળોએ સ્થાનાંતરિત કરવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post