• Home
  • News
  • સૂર્યનાં ભયંકર વિદ્યુત ચુંબકીય તોફાનોથી એક સાથે 40 સેટેલાઇટ્સ બળી ગયા
post

ઇલોન મસ્કની સ્પેસએક્સ કંપનીએ એક સપ્તાહ પહેલાં જ 49 સેટેલાઇટસ તરતા મૂક્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-12 11:32:44

વોશિંગ્ટન : સૂર્યની વિરાટ થાળી પર અચાનક  સર્જાયેલા ભયંકર વિદ્યુત ચુંબકીય તોફાનોની પ્રચંડ થપાટથી અંતરીક્ષમાં ગોળ ગોળ  ફરતા 40 સેટેલાઇટ્સ બળીને ભસ્મ  થઇ ગયા હતા.

આ માહિતી બ્રિટનના હાર્વર્ડ-સ્મિથસોનિયન સેન્ટર ફોર એસ્ટ્રોફિઝિક્સના ખગોળ-ભૌતિકશાસ્ત્રી  જોનાથન ક્રિસ્ટોફર  મેકડોવેલે  આપી હતી.  જોનાથન મેકડોવેલે  એવી માહિતી પણ આપી હતી કે   તમામ   40 સેટેલાઇટ્સ  હાઇ સ્પીડ  ઇન્ટરનેટ   સેટેલાઇટ્સ હતા. 

હજી એક સપ્તાહ પહેલાં જ  અમેરિકાના ઉદ્યોગપતિ એલન મસ્કની કંપની સ્પેસએક્સ  દ્વારા  કુલ 49 સેટેલાઇટ્સ તરતા મૂકાયા હતા. જોકે સૂર્યનાં ભયંકર  વિદ્યુત  ચુંબકીય  તોફાનોથી આ 49માંથી  40 સેટેલાઇટ્સ સૂર્યના એક જ  વિદ્યુત ચુંબકીય તોફાનથી  એક સાથે બળીને  ભસ્મ થઇ ગયા હોય તેવી આ  પહેલી  ઘટના  છે.

તમામ 40 સેટેલાઇટસ તેની ભ્રમણકક્ષામાંથી બહાર ફેંકાઇને  અંતરીક્ષમાં  દૂર-દૂર   ફંગોળાઇ ગયા હતા.  જોકે આ તમામ 40   સેટેલાઇટ્સ પૃથ્વીના વાતાવરણમાં જ બળીને ભસ્મ થઇ ગયા હોવાથી કોઇ જોખમ સર્જાયું નહોતું.  સૂર્યમાં સર્જાયેલા ભયંકર વિદ્યુત ચુંબકીય તોફાનોની અસરથી પૃથ્વીના વાતાવરણના ઉપરના પટ્ટામાં  થાય છે. 

સૂરજના વિદ્યુત ચુંબકીય   તોફાનોની  પ્રચંડ  થપાટથી  આ પટ્ટામાં  ફરતા સેટેલાઇટ્સ તેની   ભ્રમણકક્ષામાંથી કાં તો બહાર ફેંકાઇને નીચેની ભ્રમણકક્ષામાં આવી જાય અથવા સંપૂર્ણપણે બળીને ભસ્મ થઇ જાય. સ્પેસ  એક્સના જમીન પરનાં કેન્દ્રોએ તે તમામ  સેટેલાઇટ્સને તેની મૂળ   ભ્રમણકક્ષામાં   ફરીથી   ગોઠવવા ઘણા પ્રયાસ કર્યા હોવા છતાં  સફળતા મળી નહોતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post