• Home
  • News
  • માલ્યાના પ્રત્યાર્પણમાં શા માટે વિલંબ?:સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો; વિજય માલ્યાના પ્રત્યાર્પણ અંગે 6 સપ્તાહમાં સ્ટેટ્સ રિપોર્ટ રજૂ કરો
post

કોર્ટે સ્પષ્ટ જવાબ નહીં આપવા બદલ ભાગેડુ ઉદ્યોગપતિના વકીલને પણ ફટકાર લગાવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-03 11:24:06

દેશ છોડીને ભાગી ગયેલા અગ્રણી ઉદ્યોગપતિ વિજય માલ્યાના પ્રત્યાર્પણ અંગે છ સપ્તાહમાં સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કેન્દ્ર બ્રિટનમાં વિજય માલ્યાને ભારતમાં પ્રત્યાર્પણ કરવા સંબંધિત યુનાઈટેડ કિંગડમ (UK)માં ચાલી રહેલી કાર્યવાહી અંગે છ સપ્તાહમાં સ્ટેટ્સ રિપોર્ટ રજૂ કરે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ 5 ઓક્ટોબરના રોજ થયેલી સુનાવણીમાં વિદેશ મંત્રાલયે કોર્ટમાં કહ્યું હતું કે વિજય માલ્યાના પ્રત્યાર્પણનો કેસ પૂરો થઈ ચુક્યો છે. બ્રિટનની સર્વોચ્ચ અદાલતે પ્રત્યાર્પણનો આદેશ આપ્યો હતો, પણ આ અંગે અમલ થયો નથી. બ્રિટનમાં આ કેસમાં કેટલીક ગુપ્ત કાર્યવાહી ચાલી રહી છે અને તેની જાણકારી ભારતને આપવામાં આવી નથી.

કોર્ટે સ્પષ્ટ જવાબ નહીં આપવા બદલ ભાગેડુ ઉદ્યોગપતિના વકીલને પણ ફટકાર લગાવી હતી અને સુનાવણી બે નવેમ્બર સુધી મોકૂફ રાખી હતી. કોર્ટે વિજય માલ્યાના વકીલોને કહ્યું હતું કે બે નવેમ્બર સુધી જણાવો કે માલ્યા ક્યારે કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહેશે અને ગુપ્ત કાર્યવાહી ક્યારે પૂરી થશે.

વિજય માલ્યાનો સમગ્ર કેસ શુ છે
સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને અનાદરના દોષિત માન્યા હતા, કારણ કે શરાબ કારોબારીએ તેમની સંપતિનો સંપૂર્ણ હિસાબ આપ્યો નથી. ન્યાયમૂર્તિ યુયુ લલિત અને અશોક ભૂષણની ખંડપીઠે પુનઃવિચારણા અરજીને નકારી કહ્યું કે આ કેસમાં ફરી સુનાવણી માટે મંજૂરી આપી શકાય નહીં. વિજય માલ્યા બંધ થઈ ગયેલી કિંગફિશર એરલાયન્સ માટે બેન્કો પાસેથી રૂપિયા 9,000 કરોડ રૂપિયાનું ધિરાણ મેળવ્યુ હતું તે પરત નહીં કરવાને લગતા કેસના આરોપી છે. અત્યારે તેઓ બ્રિટનમાં રહે છે, જેમના પ્રત્યાર્પણ માટે સરકાર પ્રયત્ન કરી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post