• Home
  • News
  • રાજ્યમાં 2 દિવસમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સુધી પહોંચી જશે, તો 4 દિવસ પછી અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી
post

સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે, ખેતરમાં ઉભા પાકવાળા ખેડૂતોની વધશે મુશ્કેલી

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-08 17:16:06

અમદાવાદ: હવામાન વિભાગે આગામી દિવસોને લઈને આગાહી કરી છે. જે અંતર્ગત આગામી ચાર દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે. અગાઉ હવામાન વિભાગ દ્વારા 10 અને 11 એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. પરંતુ વાતાવરણના ઉપરી સ્તરમાં પલટો આવતાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતના ઉત્તર ભાગમાં અપ્રોચ કરી રહ્યું છે. જેને કારણે 10 અને 11 એપ્રિલના બદલે હવે 12 અને 13 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે. જ્યારે તાપમાન 40 ડિગ્રીને પાર જશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. આથી તાપમાનના વધારા વચ્ચે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

12 અને 13 એપ્રિલે કયાં વરસાદની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, આગામી ચાર દિવસ રાજ્યભરમાં શુષ્ક વાતાવરણ રહેશે, ત્યારબાદ પાંચમા અને છઠ્ઠા દિવસે રાજ્યના કેટલાક જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે. જેમાં પાંચમા દિવસે એટલે કે 12 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં તથા છઠ્ઠા દિવસે એટલે કે 13 એપ્રિલના રોજ કચ્છના કેટલાક વિસ્તારોમાં તથા બનાસકાંઠામાં હળવા વરસાદની શક્યતા છે. આ સાથે જ આગામી ચાર દિવસ ગુજરાતના મોટાભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન યથાવત્ રહેશે. ત્યારબાદ હળવા વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે બે દિવસ દરમિયાન તાપમાનમાં વધારો ન થયા બાદ ફરી એકવાર મહત્તમ તાપમાન રાઈઝિંગ ટેન્ડન્સીમાં રહેતા ગરમીનો પારો 40 ડિગ્રીથી વધે તેવી શક્યતા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post