• Home
  • News
  • દેશના 4 રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ જૂનમાં પતી જશે, ચૂંટણીનો કાર્યક્રમ જાહેર
post

આંધ્રમાં 13 મે, અરુણાચલ અને સિક્કિમમાં 19 એપ્રિલે મતદાન, ઓડિશામાં 4 તબક્કામાં ચૂંટણી

Written By newsonline | Ahmedabad | Published: 2024-03-16 16:56:38

ચૂંટણી પંચે આજે લોકસભા ચૂંટણીની સાથે ચાર રાજ્યો આંધ્રપ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે.

આંધ્ર પ્રદેશમાં 13 મેના રોજ મતદાન થશે. ઓડિશામાં 7 મે, 13 મે, 25 મે અને 1 જૂને મતદાન થશે. અરુણાચલમાં 19મી એપ્રિલે મતદાન થશે. સિક્કિમમાં 26 એપ્રિલે મતદાન થશે.

આ ઉપરાંત ગુજરાતની 5, યુપીની 4, હરિયાણા, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, રાજસ્થાન, કર્ણાટક અને તમિલનાડુની 1-1 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. અહીં તે વિસ્તારમાં યોજાનારી લોકસભાની ચૂંટણીની સાથે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે અને મતદાન થશે.

લોકસભા ચૂંટણીની મતગણતરી સાથે તમામ રાજ્યોમાં 4 જૂને મતગણતરી થશે.

ઓડિશામાં 147, સિક્કિમમાં 32, અરુણાચલ પ્રદેશમાં 60 અને આંધ્રપ્રદેશમાં 175 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. ઓડિશામાં બીજુ જનતા દળ (બીજેડી) સત્તામાં છે. અહીં ભાજપ સીધી સ્પર્ધામાં છે. નવીન પટનાયક 2000થી અહીંના મુખ્યમંત્રી છે.

YSR કોંગ્રેસ પાર્ટી (YSRCP)ના નેતા જગન મોહન રેડ્ડી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે. અહીં પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી), અભિનેતા પવન કલ્યાણની જનસેના અને ભાજપ ગઠબંધન સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે.

અરુણાચલ પ્રદેશમાં પેમા ખાંડુના નેતૃત્વમાં ભાજપની સરકાર છે. 2019માં પાર્ટીએ 60માંથી 42 સીટો જીતી હતી. આ સિવાય સિક્કિમમાં પ્રેમ સિંહ તમાંગના નેતૃત્વમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)ની સરકાર છે. અહીં ભાજપ ગઠબંધન સરકારમાં સામેલ છે.

adv

Related News

post
post
post
post
post
post
post