• Home
  • News
  • દેશમાં આવી ત્રીજી લહેર? છેલ્લા 24 કલાકમાં નવા કેસની સંખ્યામાં મોટો વધારો
post

બુધવારે દેશમાં કોરોનાના નવા કેસમાં અચાનક વધારો જોવા મળ્યો છે. મંગળવારે નવા કેસની સંખ્યા 30 હજારની નીચે હતી જ્યારે બુધવારે 40 હજારની નજીક નવા કેસ નોંધાયા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-11 11:52:59

નવી દિલ્હીઃ એક દિવસની રાહત બાદ કોરોનાના નવા કેસમાં મોટો વધારો જોવા મળ્યો છે. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 38,353 નવા કેસ સામે આવ્યા અને 497 લોકોના મૃત્યુ થયા છે. તો દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 40013 લોકો કોરોનાને માત આપી સાજા થયા છે. દેશમાં આ સમયે એક્ટિવ કેસની સંખ્યા 3,86,351 છે, જે છેલ્લા 140 દિવસમાં સૌથી ઓછી છે. રિકવરી રેટ વધીને 97.45%  પર પહોંચી ગયો છે. 

કોરોના સંક્રમણના કુલ કેસ
મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી કુલ ત્રણ કરોડ 20 લાખ 36 હજાર લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 4 લાખ 29 હજાર 197 લોકોના મોત થઈ ચુક્યા છે. સારી વાત છે કે કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 3 કરોડ 12 લાખ 20 હજાર લોકો સાજા થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ચાર લાખથી ઓછી છે. કુલ 3 લાખ 86 હજાર લોકો હજુ કોરોનાથી સંક્રમિત છે, જેની સારવાર ચાલી રહી છે. 

કોરોનાના કુલ કેસ - ત્રણ કરોડ 20 લાખ 36 હજાર, 511
કુલ ડિસ્ચાર્જ - ત્રણ કરોડ 12 લાખ 20 હજાર 981
કુલ સક્રિય કેસ - ત્રણ લાખ 86 હજાર 351
કુલ મૃત્યુ- ચાર લાખ 29 હજાર 179
કુલ રસીકરણ - 51 કરોડ 90 લાખ ડોઝ આપવામાં આવ્યા

કેરલમાં સામે આવ્યા સૌથી વધુ કેસ
કેરલમાં મંગળવારે કોરોના સંક્રમણના 21119 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ સંક્રમિતોની સંખ્યા વધીને 35,86,693 થઈ ગઈ છે. પ્રદેશમાં સંક્રમણ દર 16 ટકાની નજીક છે. છેલ્લા એક દિવસમાં મહામારીથી 152 લોકોના મોત થયા છે. ત્યારબાદ પ્રદેશમાં મૃત્યુઆંક 18004 પર પહોંચી ગયો છે. મંગળવારે કેરલમાં 18493 લોકો સાજા પણ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 33,96,184 લોકો કોરોનેને માત આપી ચુક્યા છે. 

દેશભરમાં 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 44 જિલ્લામાં સાપ્તાહિક સંક્રમણ દર 10 ટકાથી વધુ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે ભારતમાં સાત દિવસમાં સામે આવેલા કોવિડ-19 સંક્રમણના કુલ મામલામાંથી 51.51 ટકા કેરલમાં નોંધાયા છે. પાંચ રાજ્યો હિમાચલ પ્રદેશ, પંજાબ, ગુજરાત, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં કોવિડ-19ના પ્રસારને જણાવનાર પ્રજનન સંખ્યા (આર-નંબર) એકથી વધુ છે. 

દેશમાં અત્યાર સુધી રસીના 52 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા
દેશમાં લોકોને અત્યાર સુધી કોવિડ-19 રસીકરના આશરે 52 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. સાંજે સાત કલાક સુધી જાહેર અંતરિમ રિપોર્ટ પ્રમાણે મંગળવારે રસીના 37 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. તેમાંથી 18થી 44 વર્ષ ઉંમર વર્ગના 20,47,733 લોકોને પ્રથમ ડોઝ અને 4,05,719 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post