• Home
  • News
  • દુનિયામાં કોરોનાના કુલ કેસ 40 કરોડ અને મૃત્યુઆંક 57 લાખને પાર: વિશ્વ આરોગ્ય સંસ્થા
post

અમેરિકામાં કોરોનાની ગતિ બેફામ, કુલ 7.64 કરોડથી વધુ કેસ, મૃત્યુઆંક 9 લાખથી વધુ

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-12 11:47:12

વોશિંગ્ટન : દુનિયામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 402,044,502થી વધારે થઈ ગઈ છે અને કોરોનાનો કુલ મરણાંક 57,70,023 થયો હોવાનું  વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગુરૂવારે  સાંજે જણાવ્યું હતું.કોરોના મહામારીની સૌથી વધારે અસર યુએસમાં થઇ છે. યુએસમાં કોરોનાના સૌથી વધારે 76.44 મિલિયન કેસો નોંધાયા છે અને કુલ કોરોના મરણાંક 9,02,000 નોંધાયો છે. 

કોરોનાના કેસોની સંખ્યાની નજરે બીજા ક્રમે  સૌથી વધારે કેસો ભારતમાં 42.47 મિલિયન નોંધાયા છે અને 5,06,520 જણાના મોત થયા છે.જ્યારે બ્રાઝિલમાં કોરોનાના કેસોની સંખ્યા 26.77 મિલિયન અને મરણાંક 6,33,810 નોંધાયો  છે. આ ત્રણ દેશોમાં જ કુલ કેસોના36 ટકા કેસો અને 35 ટકા મરણાંક નોંધાયો હતો.

વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર યુરોપમાં કોરોનાના 160 મિલિયન કેસો અને 18 લાખ કરતાં વધારે મોત નોંધાયા છે તો યુએસમાં કોરોનાના 141 મિલિયન કેસો અને 25.5 લાખ કરતાં વધારે મોત નોંધાયા છે. યુરોપ અને અમેરિકામાં કોરોનાના કુલ કેસોમાંથી 75 ટકા અને મરણના 75.5 ટકા મોત નોંધાયા છે. 

દરમ્યાન રશિયામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા બે લાખ કરતાં વધારે કેસો નોંધાયા છે અને 722 જણાના મોત થયા છે. રશિયામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 13,53,000 કરતાં વધારે છે અને કુલ મરણાંક 3,38,111 થયો હતો. રશિયામાં કોરોનાના સૌથી વધારે 22,747 કેસ મોસ્કોમાં નોંધાયા છે.નવા કેસોમાં વીસ ટકા કેસો બાળકોના છે. 

જો કે, દુનિયામાં કોરોનાની રસી અડધી વસ્તીને જ મળી છે. દુનિયાની 54 ટકા વસ્તીએ કોરોનાની બંને રસીઓ મુકાવી છે. જ્યારે 62 ટકાને કોરોનાની રસીનો એક જ ડોઝ મળ્યો છે. ઓછી આવક ધરાવતા દેશોમાં માત્ર 11 ટકા લોકોને જ કોરોનાની રસીનો એક ડોઝ મળ્યો છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા ટેડરોસ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે દુનિયામાં કોરોનાની રસીના કુલ 9.4 અબજ ડોઝ આપવામાં આવ્યા છે. પણ 90 ટકા દેશોમાં વસ્તીના 40 ટકા લોકોને કોરોનાની રસી આપવાનો લક્ષ્યાંક હાંસલ થયો નથી. જ્યારે 36 દેશોમાં 10 ટકા વસ્તીને પણ કોરોનાની રસી મેળી નથી. 

દરમ્યાન કોરોનાની રસીના બંને ડોઝ લેનારા પ્રવાસીઓને હવે કોઇ કોરોના ટેસ્ટ કરાવ્યા વિના યુકેમાં પ્રવેશી શકશે. લંડનના ગેટવિક એરપોર્ટના બીજા ટ ર્મિનલને આવતા મહિનાથી ખોલવામાં આવશે.

બીજી તરફ ફ્રાન્સમાં કોરોના મહામારીના નિયંત્રણો સામે દેખાવો કરવા માટે વાન, કાર અને ટ્રકો પારિસમાં દેખાવો કરવા માટે હંકારી રહ્યા છે. કેનેડામાં ટ્રક ડ્રાઇવર્સને મળેલી સફળતાથી પ્રેરાઇને ફ્રાન્સમાં પણ પોલીસનો પ્રતિબંધ હોવા છતાં દેખાવકારો  પેરિસ ભણી ધસી રહ્યા છે. પેરિસમાં કોઇ બ્લોકેડ ન થાય તે માટે 7,000 પોલીસ અધિકારીઓને તહેનાત કરવામાં આવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post