• Home
  • News
  • USમાં 2 વર્ષથી માટીના ઝૂંપડા બનાવવાનો ટ્રેન્ડ; ઘર બનાવવાનો ખર્ચ ઓછો, પ્રદૂષણ ઝીરો
post

આ અભિયાન 1995માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીએ શરૂ કર્યું હતું. આ લોકોએ ‘ડાન્સિંગ રેબિટ’ના નામે એક ઈકો વિલેજ બનાવ્યું હતું, જ્યાં લોકો જાતે જ માટી અને ભૂંસામાંથી ઘર બનાવીને રહેતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-14 10:50:18

માટીથી લીંપેલી સુંદર ઝૂંપડી અને ઘાસ-લાકડાની છત. જો આવુ વાંચીને તમને ભારતના કોઈ અંતરિયાળ ગામના મકાનની યાદ આવે તો તમે ખોટા છો. આજકાલ અમેરિકા જેવા વિકસિત દેશના કેટલાક રાજ્યોમાં આવા ઘર બનાવવાનો ટ્રેન્ડ છે. હકીકતમાં અમેરિકામાં છેલ્લા બે વર્ષથી માટી અને ઘાસફૂસના મિશ્રણથી ઘર બનાવવાનું ચલણ ઝડપથી વધી રહ્યું છે.

આ અભિયાન 1995માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીએ શરૂ કર્યું હતું. આ લોકોએ ડાન્સિંગ રેબિટના નામે એક ઈકો વિલેજ બનાવ્યું હતું, જ્યાં લોકો જાતે જ માટી અને ભૂંસામાંથી ઘર બનાવીને રહેતા. બાદમાં કોરોના કાળમાં લોકોનું ધ્યાન સસ્ટેઈનેબલ લિવિંગ તરફ ગયું. વર્ષ 2020ની શરૂઆતમાં સોશિયલ મીડિયા પર આવા જ એક ઘરનો વીડિયો આવ્યા પછી ડાન્સિંગ રેબિટમાં માટીના ઘર બનાવવાની તાલીમ લેનારાની સંખ્યા અનેકગણી વધી ગઈ. આ ઈકો વિલેજમાં 38 ઘર છે અને તમામ માટીના છે. કોરોના કાળમાં પહેલા અહીં વર્ષે 40-45 લોકો ઘર બનાવવાની તાલીમ લેવા આવતા, જ્યારે હવે 1000થી પણ વધુ લોકો આવે છે.

આ વિલેજના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડેનિયલ વિલિયમ્સ કહે છે કે, આ અભિયાન શૂ થયું ત્યારે અમેરિકા અને દુનિયાના અર્થતંત્રમાં અસ્થિરતા હતી. 1995માં ઈરાક-કુવૈત યુદ્ધના કારણે ક્રૂડના ભાવમાં મોટા ફેરફાર થતા હતા. ઘર બહુ મોંઘા હતા. એ વખતે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીએ મિસૂરી રાજ્યના રટલેજમાં 280 એકર જમીન ખરીદી અને ઈકો વિલેજ શરૂ કર્યું. અમેરિકાના મૂળ નિવાસી રેડ ઈન્ડિયન્સ પણ સદીઓ સુધી માટીના ઘરોમાં જ રહ્યા હતા. અમે સંશોધન કર્યું ત્યારે ખબર પડી કે, ભારતની પ્રાચીન સંસ્કૃતિઓમાં આવા સુંદર ઘરો બનતા હતા. પછી અમે પણ ઘર બનાવવા એ પદ્ધતિ અપનાવી. કોરોના કાળમાં લોકોનો ખર્ચ ઘટાડવાની સાથે પર્યાવરણની સ્વચ્છતા પ્રત્યે પણ લોકોનું ધ્યાન ગયું હતું. આ કારણસર અનેક લોકોએ વૈકલ્પિક રહેઠાણો અને જીવન વિશે વિચારવાનું શરૂ કર્યું હતું.

ઝૂંપડીમાં સોલર પેનલથી વીજળી અને રેઈનવૉટર હાર્વેસ્ટિંગ
ડેનિયલ કહે છે કે, માટીના ઘરની છત પર સોલર પેનલ લગાવીને વીજળી પણ મળવાય છે. વરસાદી પાણીનો સંગ્રહ થાયછે. અમેરિકામાં હજુ 12 ચોરસ ફૂટથી મોટા રેસિડેન્શિયલ યુનિટ બનાવવા મંજૂરી લેવી ફરજિયાત છે. એટલે ઈકો વિલેજમાં અનેક લોકો મોટું મકાન બનાવવાના બદલે 12 ચો. ફૂટના ત્રણ-ચાર નાના યુનિટ બનાવે છે. અમને આશા છે કે, આ પ્રકારના ઘરની લોકપ્રિયતા વધશે તો સરકારનું વલણ પણ બદલાશે.


માટીનું ઘર કેમ વધુ યોગ્ય:

·         તે બનાવવા સરળ અને સસ્તા. તમે પોતે બનાવી શકો છો. કોઈ આર્કિટેક્ટ કે મજૂરની જરૂર નથી.

·         માટીની દીવાલોના કારણે ઘર ગરમીમાં ઠંડુ અને શિયાળામાં ગરમ રહે છે.

·         સિમેન્ટના મકાનોથી વધુ ટકાઉ છે. ઐતિહાસિક પ્રમાણો પ્રમાણે, માટીના ઘર 100 વર્ષથી વધુ સમય સુધી પણ ટક્યા છે.

·         પર્યાવરણ માટે સંપૂર્ણ અનુકૂળ છે, જે તમારી કાર્બન ફૂટ પ્રિન્ટ નથી વધારતા.

·         એક અમેરિકન નાગરિકની હાલની કાર્બન ફૂટ પ્રિન્ટ પ્રતિ વર્ષ 20 મેટ્રિક ટન છે, જ્યારે તે નવ મેટ્રિક ટનથી વધુ ના હોવી જોઈએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post