• Home
  • News
  • એક સાથે આવ્યા બે ગુડ ન્યૂઝ, નવા કેસ અને મૃત્યુઆંકમાં થયો ઘટાડો
post

ભારતમાં સોમવારે નવા કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 35 હજાર 499 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે રિકવરી રેટમાં પણ વધારો થયો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-09 10:17:40

નવી દિલ્હીઃ Coronavirus India: દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેર હજુ ચાલી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 35 હજાર 499 નવા કેસ સામે આવ્યા છે. તો 447 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં હવે સક્રિય કેસની સંખ્યા ચાર લાખ બે હજાર 188 છે. દેશનો રિકવરી રેટ વધીને હવે 97.40 ટકા થઈ ગયો છે. 

અત્યાર સુધી વેક્સિનના કેટલા ડોઝ લાગ્યા?
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરેલા આંકડા પ્રમાણે રવિવારે સાંજે સાત કલાક સુધી દેશમાં લોકોને કોરોના વેક્સિનના 50 કરોડ 68 લાખ 10 હજાર 492 ડોઝ લાગી ચુક્યા છે અને તેમાંથી 55 લાખ 91 હજાર 657 ડોઝ એક દિવસમાં આપવામાં આવ્યા છે. 

ઓગસ્ટમાં આ ચોથીવાર છે જ્યારે કોરોનાના નવા કેસ 40 હજારથી ઓછા નોંધાયા છે. આ પહેલા 2 ઓગસ્ટ અને છ ઓગસ્ટે 40 હજારથી ઓછા કેસ સામે આવ્યા હતા. 1 ઓગસ્ટના રોજ 40134, 2 ઓગસ્ટના 30549, 3 ઓગસ્ટના 42625, 4 ઓગસ્ટના 42982, 5 ઓગસ્ટના 44643, 6 ઓગસ્ટના 38628 નવા કોરોના કેસ નોંધાયા હતા.

દેશમાં અત્યાર સુધી કેટલા કોરોના ટેસ્ટ થયા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ જણાવ્યું કે, ભારતમાં રવિવારે કોરોના વાયરસના 13 લાખ 71 હજાર 871 સેમ્પલ ટેસ્ટ થયા. ત્યારબાદ અત્યાર સુધી કુલ 48 કરોડ 17 લાખ 67 હજાર 232 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે.

એક્ટેવ કેસ દેશમાં અત્યાર સુધી નોંધાયેલા કેસના 1.26 ટકા છે. તો રિકવરી રેટ વધીને 97.40 ટકા પહોંચી ગયો છે. અત્યાર સુધી દેશમાં કુલ 3 કરોડ 11 લાખ 39 હજાર 457 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. તો સાપ્તાહિક સંક્રમણ દર 2.35 ટકા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post