• Home
  • News
  • ઉદ્ધવ સરકારે દેવેન્દ્ર ફડણવીસ અને રાજ ઠાકરેની સુરક્ષા ઘટાડી
post

રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે જણાવ્યું કે 5 વરિષ્ઠ અધિકારીઓની સમિતિએ સુરક્ષાની સમીક્ષા કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-11 11:17:54

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે ભાજપ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તથા તેમના પરિવાર સહિત અનેક નેતાઓની સુરક્ષા ઘટાડી દીધી છે. તેમાં ઉત્તરપ્રદેશના પૂર્વ રાજ્યપાલ રામ નાઈક, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા રાજઠાકરે, કેન્દ્રીયમંત્રી રામદાસ અઠાવલે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ પણ સામેલ છે.

રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે જણાવ્યું કે 5 વરિષ્ઠ અધિકારીઓની સમિતિએ સુરક્ષાની સમીક્ષા કરી હતી. તેના પછી આ નિર્ણય લેવાયો હતો. સમીક્ષા પછી ફડણવીસની સુરક્ષા ઝેડ-પ્લસથી ઘટાડી વાય-પ્લસ કરી દેવાઈ છે. તેમના કાફલામાંથી એક બુલેટપ્રૂફ વાહનને હટાવાયું છે.

adv

Related News

post
post
post
post
post
post
post