• Home
  • News
  • કેન્દ્રીય શ્રમ મંત્રાલયે Amazonને છટણીના મુદ્દે નોટિસ મોકલી
post

ઓદ્યોગિક વિવાદ અધિનિયમના નિયમ અનુસાર એમ્પ્લોયર સરકારની પૂર્વ અનુમતિ વિના કોઈ પણ કર્મચારીની છટણી કરી શકે નહીં.

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-23 19:06:27

નવી દિલ્હી: કેન્દ્રીય શ્રમ મંત્રાલયે એમેઝોન ઈન્ડિયા તરફથી કથિત રીતે જબરદસ્તીથી નોકરીમાંથી કાઢી મૂકવાના મામલે બુધવારે એમેઝોન ઈન્ડિયાને બેંગલોરમાં ડેપ્યુટી ચીફ લેબર કમિશ્નરની સામે રજૂ થવા માટે બોલાવવામાં આવ્યા છે.

શ્રમ મંત્રાલય તરફથી મંગળવારે જારી નોટિસ અનુસાર એમેઝોનને વિનંતી કરાઈ કે આ મામલે તમામ પ્રાસંગિક રેકોર્ડ સાથે કે વ્યક્તિગત રીતે કે કોઈ સત્તાકીય પ્રતિનિધિના માધ્યમથી આપવામાં આવેલી તારીખ અને સમય પર કાર્યાલયમાં હાજર થાય. 

આઈટી કંપનીઓના કર્મચારીઓના અધિકારો માટે કામ કરનારી પૂણે સ્થિત યુનિયન એનઆઈટીઈએસ એ ગયા અઠવાડિયે કહ્યુ હતુ કે તેણે એક અરજી દાખલ કરી છે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય શ્રમ અધિકારીઓ સાથે અનૈતિક અને ગેરકાયદેસર છટણીના સંબંધે તપાસ કરવાની વિનંતી કરી છે. 

આ રીતે એમેઝોન છટણી કરી શકે નહીં

NITES અધ્યક્ષે કહ્યુ હતુ કે NITES ભારતમાં Amazon દ્વારા શરૂ કરવામાં આવેલી અનૈતિક અને ગેરકાયદેસર છટણીની આકરી નિંદા કરે છે. દેશનો કાયદો એમેઝોનની પોલિસીથી ઉપર છે. ઓદ્યોગિક વિવાદ અધિનિયમના નિયમ અનુસાર એમ્પ્લોયર સરકારની પૂર્વ અનુમતિ વિના કોઈ પણ કર્મચારીની છટણી કરી શકે નહીં. એમેઝોનના કર્મચારી જેમણે ઓછામાં ઓછા એક વર્ષ સુધી નિરંતર સેવા કરી છે. તેમને ત્યાં સુધી હટાવી ના શકાય જ્યાં સુધી તેમને ત્રણ મહિના પહેલા નોટિસ આપવામાં આવે નહીં.

 

adv

Related News

post
post
post
post
post
post
post