• Home
  • News
  • સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું- 2021 સુધી 4.7 કરોડ મહિલાઓ ગરીબીમાં ધકેલાશે
post

મહિલાઓની ગરીબીનો દર 2019થી 2021 વચ્ચે 2.7 ટકા ઘટવાનું અનુમાન હતું. હવે તે 1.9 ટકા વધવાના સંકેત છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-04 12:10:15

કોરોના મહામારીની મહિલાઓ પર માઠી અસર થઈ છે. સંયુક્ત રાષ્ટ્રનું અનુમાન છે કે મહામારીને લીધે 2021 સુધી 4.7 કરોડ વધુ મહિલાઓ ગરીબીમાં ફસાઈ જશે. તેમને ગરીબી રેખાથી બહાર લાવવા દાયકાઓથી કરાઈ રહેલા પ્રયાસોને મહામારીએ એક જ ઝાટકે નષ્ટ કરી દીધા છે. સંયુક્ત રાષ્ટ્ર મહિલા અને યુએનડીપીના વિશ્લેષણ અનુસાર મહામારીથી મહિલાઓની ગરીબીના દરમાં નાટકીય વધારો જોવા મળશે.

·         મહિલાઓની ગરીબીનો દર 2019થી 2021 વચ્ચે 2.7 ટકા ઘટવાનું અનુમાન હતું. હવે તે 1.9 ટકા વધવાના સંકેત છે.

·         2021 સુધી મહામારી 9.6 કરોડ લોકોને ગરીબીમાં ધકેલશે. તેમાં 4.7 કરોડ મહિલાઓ હશે. કુલ ગરીબ મહિલાઓ 43.5 કરોડ થઈ જશે.

·         સંયુક્ત રાષ્ટ્રનું અનુમાન છે કે ગરીબોની સંખ્યાને કોરોના ફેલાતા પહેલાં સુધીના સ્તરે પહોંચાડવામાં 2030 સુધીનો સમય લાગી જશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post