• Home
  • News
  • US અર્થતંત્રમાં 24 ટકા સુધી ઘટડો થવાની શક્યતા, એપ્રિલ સુધીમાં દોઢ કરોડથી વધારે લોકો બેરોજગાર થઈ શકે છે
post

US અર્થશાસ્ત્રી ગ્રેગ ડેકોએ કહ્યું- અર્થતંત્રમાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 0.4 ટકા અને બીજા ત્રિમાસિક ગાળામાં 12 ટકા સુધી ઘટશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-23 12:00:09

ન્યૂયોર્કઃ કોરોના વાઈરસના પ્રકોપને લીધે અમેરિકાનું અર્થવ્યવસ્થા અનિશ્ચિતતાના માહોલમાં પહોંચી ગયુ છે. દેશભરમાં કારોબાર ઠપ્પ થઈ ગયો છે. વ્યવસાયિક અને આર્થિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર ન્યૂયોર્કની સ્થિતિ પણ ચિંતાજનક છે. હવે એ જોવુ મુશ્કેલ છે કે સ્થિતિ કઈ હદ સુધી બગડે છે. ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના મુખ્ય અમેરિકી અર્થશાસ્ત્રી ગ્રેગ ડેકોનું કહેવું છે કે અર્થતંત્રમાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 0.4 ટકા અને બીજા ત્રિમાસિક ગાળામાં 12 ટકા સુધીનો ઘટાડો થશે. જોકે, ગોલ્ડમેન સાક્સનું કહેવું છે કે બીજા ત્રિમાસિક ગાળાના આંકડા 24 ટકા સુધી જ હોઈ શકે છે. તેમનું એમ પણ કહેવું છે કે વર્તમાન સમયમાં બેરોજગાર લોકોની સંખ્યા 22 લાખ સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત ડેકોના મતે એપ્રિલ સુધીમાં બેરોજગારની સંખ્યા 1.65 કરોડ થઈ શકે છે.

ન્યૂયોર્ક સહિત તમામ મુખ્ય શહેર લગભગ લોકડાઉનમાંથી પસાર થઈ રહ્યા છે

અર્થતંત્રની અગાઉ ક્યારેય આવી સ્થિતિ જોઈ ન હતી. ન્યૂ યોર્ક સહિત મુખ્ય શહેર લગભગ લોકડાઉનમાંથી પસાર થઈ રહ્યું છે. ન્યુયોર્ક રાજ્યમાં આવશ્યક સેવાઓને બાદ કરતા તમામને બંધ કરવા કહેવામાં આવ્યું છે. યુદ્ધના સમયે પણ આ પ્રકારનું સંકટ હતું. આ મહામંદીથી પણ વધારે સ્થિતિ બગાડી શકે છે. મોર્ગન સ્ટેન્લી બેન્કના મુખ્ય અર્થશાસ્ત્રી એલન જેન્ટનરે કહ્યું છે કે અગાઉ ક્યારેય મંદીના સમયમાંથી બહાર નિકળતા અટકાવી શક્યા નથી. તેમનું કહેવું છે કે મોટી કંપનીઓની તુલનામાં નાની કંપની પર ખૂબ જ અસર થશે. જાન્યુઆરી સુધી અર્થવ્યવસ્થાની ગતિ સંપૂર્ણપણે અટકી ગઈ હતી, તે હવે અટકી ગયેલ છે. અર્થશાસ્ત્રીઓને દરરોજ તેમના મોડલમાં સુધારો કરવો પડે છે. રેટિંગ એજન્સિ ક્રેડિટ સુઈસે કહ્યું છે કે નજીક ભવિષ્યમાં આર્થિક આંકડા ફક્ત ખરાબ જ નથી પણ અકલ્પનીય હશે.

20 ટકા બેકારીની આશંકા

અમેરિકી શ્રમ વિભાગે કહ્યું છે કે છેલ્લા કેટલાક સપ્તાહ બેરોજગારીનો દર ઉછળી 30 ટકા પહોંચી ગઈ હતી. છટણીના દાયરામાં આગામી સમયમાં લોકોની સંખ્યા રૂપિયા 2.81 હજાર હતી. હવે આ સંખ્યા ખૂબ જ નાની લાગી રહી છે. ગોલ્ડમેન સાક્સનો દાવો છે કે આગામી સપ્તાહ સુધી આંકડો 22 લાખ સુધી પહોંચે તેવી આશંકા છે. ડેકોનું કહેવું છે કે બેરોજગારીનો દર એપ્રિલમાં 10 ટકા થઈ શકે છે. આ હિસાબથી જોઈએ તો 1.65 કરોડ લોકોની નોકરી જઈ શકે છે. ગયા મહિને મંદી બાદ આ પ્રકારની સ્થિતિ જોવા મળી નથી. આગામી મહિનામાં બેરોજગારીનો દર વધારે વધશે. અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્ટીવન નુચિને 20 ટકા બેકારીની આશંકા દર્શાવી છે.

સાઉદી અરબ વિવાદથી સ્થિતિ બગડી

ગ્રાહકો વસ્તુની ઘટતી માંગ, વ્યવસાયિક પ્રવૃત્તિઓની પડતર ઠપ્પ હોવુ, નોકરીઓ જવાથી આર્થિક સંકટ ઝડપી ગતિથી વધી રહી છે. ડેકોના મતે આશરે ત્રણ ચતૃથાસ આર્થિક ગતિવિધિ કન્ઝ્યુમર ખર્ચથી આગળ વધે છે. અગાઉની તુલનામાં હવે બિઝનેસ કન્ઝ્યુમર પર વધારે આશ્રિત છે. ઓઈલના મૂલ્યને લઈ રશિયા અને સાઉદી અરેબિયાના વિવાદે આગમાં ઘી નાંખવાનું કામ કર્યું છે. સસ્તા ઓઈલની સ્થિત જોવા મળે છે. અમેરિકાના ઉર્જા ઉદ્યોગને ઝાટકો પડી શકે છે.

આગામી સમયમાં સંકટ વધારે ઘેરું બની શકે છે

·         1930ના દાયકામાં મહામંદીના સમયમાં પણ આર્થિક પ્રવૃત્તિઓ આટલી પ્રભાવિત થઈ ન હતી

·         જાન્યુઆરી સુધી ઝડપભેર દોડી રહી હતી અર્થવ્યવસ્થા, હવે લગભગ અટકી ગઈ છે

·         ઓઈલની કિંમતોને લઈ રશિયા અને સાઉદી અરબના વિવાદે આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post