• Home
  • News
  • ઈતિહાસમાં પહેલીવાર અમેરિકા કહે છે કે, ‘અમારી પાસેથી તેલ, પૈસા બંને લઈ જાઓ’, આ ખેંચતાણ વચ્ચે ભારત ભંડારો વધારવામાં વ્યસ્ત
post

અમેરિકન ક્રૂડની કિંમત માઈનસ 37.63 ડૉલર પ્રતિ બેરલ સુધી ઘટી, એક દિવસ પછી સ્થિર

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-23 11:50:54

નવી દિલ્હી: કોરોના વાઈરસના સંકટને પગલે દુનિયાભરમાં ક્રૂડની કિંમતોમાં ઐતિહાસિક ઘટાડો થયો છે. અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર કાચા તેલના ભાવ સોમવારે માઈનસમાં પહોંચી ગયા હતા. બીજી તરફ, ભારત ઓપેક દેશો પાસેથે બ્રેન્ટ ક્રૂડની આયાત કરી રહ્યું છે. ઘટતી કિંમતો વચ્ચે ભારત પોતાના પેટ્રોલિયમ ભંડાર વધારી રહ્યું છે. ક્રૂડના આ ખેલમાં દેશ ક્યાં છે? શું ક્રૂડની કિંમત હજુ ઘટશે? આ સવાલ વાચકોના મનમાં પણ ઊઠી રહ્યા છે. આ સવાલોના જવાબ ઓએનજીસીના પૂર્વ ચેરમેન આર.એસ. શર્મા અને એનર્જી એક્સપર્ટ નરેન્દ્ર તનેજા આપી રહ્યા છે.

પ્રશ્નઃ ક્રૂડના ભાવ ઘટવાથી દુનિયા પર શું અસર પડશે?
દુનિયાભરમાં લૉકડાઉનને જોતા જે વેપારીઓએ મેના વાયદાના સોદા કર્યા હતા, તેઓ હવે તેને લેવા તૈયાર નથી. તેમની પાસે પહેલેથી જ એટલું ક્રૂડ જમા છે, જેની ખપત થઈ શકી નથી. એટલે ઉત્પાદકો- ખાસ કરીને અમેરિકા ગ્રાહકોને કહી રહ્યું છે કે, તમે ખર્ચ પણ લઈ જાઓ, પરંતુ અમારી પાસેથી કાચું તેલ લઈ જાઓ. એટલે કે સોદો પૂરો કરો. આ સ્થિતિ ક્રૂડના ઈતિહાસમાં પહેલીવાર સર્જાઈ છે. દુનિયામાં કાચા તેલની માગ રોજ 9.7થી 9.8 કરોડ બેરલ હોય છે. લૉકડાઉનને પગલે માંગની તુલનામાં ઉત્પાદન 10%  ‌વધુ હોવાથી ક્રૂડના ભાવ ઘટી રહ્યા છે. 

પ્રશ્નઃ ભારત પર તેની શું અસર પડશે?
ભારતમાં જે ક્રૂડ આવે છે, તે લંડન અને ખાડી દેશોનું એક મિશ્રિત પેકેજ હોય છે. તેને ઈન્ડિયન ક્રૂડ બાસ્કેટ પણ કહે છે. તેમાં આશરે 80% હિસ્સો ઓપેક દેશોનો અને બાકીનો લંડન બ્રેન્ટ કૂડનો અને અન્ય હોય છે. એટલું જ નહીં, દુનિયાની આશરે 75% ક્રૂડની માંગનો રેટ બ્રેન્ટ ક્રૂડથી જ નક્કી થાય છે. એટલે ભારત માટે પણ બ્રેન્ટ ક્રૂડનો રેટ મહત્ત્વનો છે, અમેરિકન ક્રૂડનો નહીં. બ્રેન્ટ ક્રૂડમાં ઘટાડો થવાથી ભારત પોતાનો સ્ટોક વધારી શકે છે. પેટ્રોલિયમ મંત્રાલયના કહેવા પ્રમાણે, દેશમાં હાલ 53 લાખ ટન કાચું તેલ સ્ટોર કરવાની ક્ષમતા છે. 15મે સુધી તેને સંપૂર્ણપણે ભરી દેવાશે. 

પ્રશ્નઃ શું પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા થશે?
દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ક્રૂડની કિંમતોના ચઢાવ-ઉતારથી નક્કી થશે. પેટ્રોલિયમ કંપનીઓ રોજ દુનિયામાં ક્રૂડનો સરેરાશ ભાવ જુએ છે. તેમાં કેન્દ્ર-રાજ્યના અનેક પ્રકારના ટેક્સ પણ સામેલ છે. આ કિંમતો નક્કી કરવામાં ભારતીય બાસ્કેટ ક્રૂડના ભાવ, પેટ્રોલ-ડીઝલના સરેરાશ આંતરરાષ્ટ્રીય ભાવ વગેરે ધ્યાનમાં લેવાય છે. એટલે પેટ્રોલ-ડીઝલની કિંમત પર તેની તાત્કાલિક અસર નથી થતી. તેનો લાભ એ છે કે, નજીકના ભવિષ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post