• Home
  • News
  • હવામાન વિભાગે કહ્યું-આ વર્ષે ચોમાસુ સારું રહેશે, 100% ટકા વરસાદ પડશે; ગુજરાતમાં 7 દિવસ મોડું આવશે
post

ગત વર્ષે સોમાચુ કેરળના સમુદ્રકિનારે 8 જૂને ટકરાયું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-16 08:42:34

નવી દિલ્હી. કોરોના વાઈરસની મહામારી વચ્ચે ભારતીય હવામાન વિભાગે એક સુખદ જાહેરાત કરી છે. હવામાન વિભાગે બુધવારે 2020ના ચોમાસાનું પૂર્વાનુમાન જારી કરતા કહ્યું કે, આ વર્ષે દેશમાં ચોમાસુ 100% રહેશે. દેશના વિવિધ હિસ્સામાં ચોમાસુ જુદા જુદા સમયે આવે છે અને પાછું જાય છે. જોકે, કેરળમાં ચોમાસુ પહેલી જૂને પ્રવેશ કરશે. સામાન્ય રીતે, દેશમાં દર વર્ષે કેરળના તટીય વિસ્તારોમાં પહેલી જૂને ચોમાસાનો વિધિવત પ્રવેશ થઈ જાય છે.

મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના સચિવ માધવન રાજીવને કહ્યું કે, અમારી ગણતરી પ્રમાણે આ વર્ષનું ચોમાસુ 100% રહેશે, જેમાં મોડેલની ખામીના કારણે ફક્ત +5 કે -5%ની ખામી હોઈ શકે છે. આ વર્ષે ભારતમાં ચોમાસુ દસ દિવસ મોડું વિદાય થશે.

નિષ્ણાતોના જણાવ્યાનુસાર, ક્લાઈમેટ ચેન્જની અસરોના કારણે ભારતીય ચોમાસામાં આ ફેરફારો નોંધાયા છે. સમગ્ર વિશ્વના વિજ્ઞાનીઓ માટે અભ્યાસનો વિષય ગણાતું ભારતીય ચોમાસુ જૂનથી સપ્ટેમ્બર એમ ચાર મહિના સુધી રહે છે. ભારતીય અર્થતંત્ર પણ ઘણે અંશે ચોમાસા પર આધારિત છે, જેથી ખેડૂતો અને સરકાર માટે પણ રાહતના સમાચાર છે. ભારતમાં ખરીફ પાક માટે ચોમાસુ અત્યંત મહત્ત્વનું છે કારણ કે, મગફળી, દીવેલા, ગુવાર, દેશી કપાસ, તલ, મકાઈ, તુવેર, અડદ અને વરિયાળી જેવા અનેક પાકની વાવણી ચોમાસામાં જ થાય છે. 

હવામાન વિભાગે ગયા વર્ષનું પૂર્વાનુમાન 15 એપ્રિલ, 2019ના રોજ જાહેર કર્યું હતું. એ વખતે તેમણે 5% એરર માર્જિન સાથે 96% ટકા ચોમાસાની શક્યતા દર્શાવી હતી. સામાન્ય રીતે ભારતમાં ચાર મહિનામાં સરેરાશ 887 મિ.મી. વરસાદ પડે છે, પરંતુ 2019માં આટલો વરસાદ નહોતો પડ્યો. 

આ કારણે કેલેન્ડર બદલાયુ
હવામાન વિભાગે છેલ્લા 59 વર્ષોમાં ચોમાસા દરમિયાન વરસાદના ચલણના આધારે 64 શહેરોમાં ચોમાસાના આગમન અને વિદાયની તારીખોમાં પરિવર્તન કર્યું છે. અત્યાર સુધી આ તારીખો 1901થી 1940 દરમિયાનના ચોમાસાના ટ્રેન્ડ પર આધારિત હતી. હવામાન વિભાગે હવે 1961થી 2019 સુધીના ચોમાસાના ટ્રેન્ડનો હિસાબ કર્યો છે. 

મેના અંતે બીજા તબક્કાનું પૂર્વાનુમાન આવશે
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ. રાજીવને કહ્યું કે આ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું પૂર્વાનુમાન છે. મેના અંતે અથવા જૂનના પ્રથમ સપ્તાહમાં બીજા તબક્કાનું પૂર્વાનુમાન જાહેર થશે. કૃષિ નિષ્ણાતોએ કહ્યું છે કે આ વર્ષે સારો પાક થશે.

-

નવી તારીખ

જૂની તારીખ

-

-

શહેર

ચોમાસુ પ્રવેશ

ચોમાસુ વિદાય

ચોમાસુ પ્રવેશ

ચોમાસુ વિદાય

મુંબઈ

4 જૂન

8 ઓક્ટો.

10 જૂન

29 સપ્ટે.

નવી દિલ્હી

27 જૂન

25 સપ્ટે.

23 જૂન

22 સપ્ટે.

અમદાવાદ

21 જૂન

30 સપ્ટે.

14 જૂન

22 સપ્ટે.

સુરત

19 જૂન

2 ઓક્ટો.

13 જૂન

25 સપ્ટે.

ભૂજ

30 જૂન

26 સપ્ટે.

21 જૂન

15 સપ્ટે.

સુરેન્દ્રનગર

26 જૂન

27 સપ્ટે.

15 જૂન

20 સપ્ટે.

 

adv

Related News

post
post
post
post
post
post
post