• Home
  • News
  • WHOએ કોરોનાની સારવારમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીનના ટ્રાયલ ઉપર પ્રતિબંધ મૂક્યો; દવાની સાઈડ ઈફેક્ટને લઈને નિર્ણય
post

મેડીકલ જર્નલ લેન્સેટના સ્ટડી મુજબ હાઈડ્રોક્સીક્લોરોક્વીનથી દર્દીઓમાં મોતનું જોખમ વધે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-26 11:55:32

જીનીવા: વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ કોરોનાની સારવાર માટે હાઈડ્રોક્સીક્લોરોક્વીનના ટ્રાયલ ઉપર હાલ પ્રતિબંધ મૂકી દીધો છે. આ દવાની સાઈડ ઈફેક્ટને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરાયો છે. ડબલ્યુએચઓના ચીફ ટેડ્રોસ ગેબ્રિયેસસ મુજબ મેડીકલ જર્નલ લેન્સેટના એક સ્ટડીમાં છેલ્લા સપ્તાહમાં કહેવાયું હતું કે કોરોનાના દર્દીઓને હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા આપવાથી જીવનું જોખમ વધી જાય છે. 

હાઈડ્રોક્સીક્લોરોક્વીન ઉપરાંત બીજા ટ્રાયલ ચાલું
ટેડ્રોસે સોમવારે કહ્યું કે ટ્રાયલમાં સામેલ વિશ્વભરની ઘણી હોસ્પિટલોએ કોરોનાના દર્દીઓને હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા આપવાનું બંધ કરી દીધું છે. જોકે બીજા ટ્રાયલ ચાલું છે. ડેટા સેફ્ટી મોનિટરિંગ બોર્ડ આંકડાની સમીક્ષા કરી રહ્યું છે.

અમરિકાના રાષ્ટ્રપતિએ હાઈડ્રોક્સીક્લોરોક્વીન દેવાની વાત કહી
હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા સામાન્ય રીતે અર્થરાઈટિસના દર્દીઓને અપાય છે. પરંતુ ઘણા દેશોનું માનવું છે કે આ દવા કોરોનાથી બચાવવા માટે મદદરૂપ થાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગત સપ્તાહે કહ્યું કે પોતે હાઈડ્રોક્સીક્લોરોક્વીન લઈ રહ્યા છે. ત્યાર પછી ઘણા દેશોએ મોટા પાયે આ દવાની ખરીદી શરુ કરી હતી. બ્રાઝીલના સ્વાસ્થ્ય મંત્રાલયે પણ કોરોનાના હલકા લક્ષણવાળા દર્દીઓને હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને મલેરિયાની દવા ક્લોરોક્વીન આપવાની ભલામણ કરી હતી.

રિસર્ચમાં દાવો- હાઈડ્રોક્સીક્લોરોક્વીનથી કોરોનાના દર્દીઓને ફાયદો નહીં
બીજા અને લેન્સેટના સ્ટડીમાં કહેવાયું હતું કે બન્ને દવાની ગંભીર સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. ખાસ કરીને હ્રદયના ધબકારા એબનોર્મલ થઈ શકે છે. કોરોનાના દર્દીઓને આ દવાથી ફાયદો નહી થાય. હોસ્પિટલમાં દાખલ 96 હજાર દર્દીઓના રેકોર્ડના આધારે લેન્સેટના આ સ્ટડીમાં દાવો કરાયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post