• Home
  • News
  • કોરોના વિદેશમાં:ઈરાનમાં મહામારીની ત્રીજી લહેર, છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ 440 લોકોના મોત અહીં જ થયા
post

ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનેઇએ કહ્યું કે દેશ મહામારીની ત્રીજી લહેરનો સામનો કરી રહ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-03 10:28:53

ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનેઇનું કહેવું છે કે દેશમાં મહામારીની ત્રીજી લહેર ચાલી રહી છે. આ દેશ મિડલ ઈસ્ટમાં કોરોનાનું એપિક સેન્ટર બની ગયું છે. સોમવારે અહીં રેકોર્ડ 440 લોકોના મોત નિપજ્યા હતા. ઈરાનમાં હવે અત્યાર સુધી કોરોનાના 6,20,491 કેસ સામે આવ્યા છે. જેમાં 35,298 લોકો જીવ ગુમાવી ચુક્યા છે.

તો બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને ચેતવણી આપી છે કે ઠંડીની સીઝનમાં કોરોના વાયરસથી થનારા મૃત્યુની સંખ્યા મહામારીની પહેલી લહેરની તુલનાએ બમણી થઈ શકે છે. સરકારે કોરોનાના વધતા જતા કેસને કાબૂમાં કરવા માટે દેશમાં બીજી વખત લોકડાઉન લાગુ કરતા ચાર અઠવાડિયા માટે કડક પ્રતિબંધો મુક્યા છે. હાઉસ ઓફ કોમન્સમાં આપવામાં આવેલા ભાષણમાં જોનસને કહ્યું કે, આ સિવાય અન્ય કોઈ જ વિકલ્પ નથી.

યુનાઈટેડ કિંગડમમાં કોરોનાથી થતા મોતની સંખ્યા સમગ્ર યુરોપમાં સૌથી વધુ છે. અહીં એક દિવસમાં 20,000થી વધુ નવા કેસ સામે આવ્યાં છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આ શિયાળામાં મોતના આંકડા 80,000ને પાર થઈ શકે છે. કુલ દર્દીની સંખ્યા 10 લાખને પાર પહોંચી ગઈ છે.

બીજી બાજુ રશિયામાં કોરોનાના 18,257 નવા કેસ સામે આવ્યાં છે. જેમાં 4,796 દર્દીઓ મોસ્કોમાં મળ્યા છે. સમગ્ર દેશમાં હવે દર્દીઓની સંખ્યા 16,55,038એ પહોંચી ગઈ છે. તંત્રના જણાવ્યા મુજબ, છેલ્લાં 24 કલાકમાં 238 દર્દીઓના મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં અહીં 28,473 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO) પ્રમુખ ટેડ્રોસ ગેબ્રયેસસે(55)પોતાને સેલ્ફ ક્વોરન્ટિન કરી દીધા છે. તે એક સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. ગેબ્રયેસસે જણાવ્યું કે, મને સારું છે, મારામાં કોરોનાના કોઈ લક્ષણ પણ નથી, પણ મેં પોતાને થોડાક દિવસ માટે ક્વોરન્ટિન કરી લીધો છે.

અત્યાર સુધીમાં વિશ્વમાં કોરોનાના 4 કરોડ 68 લાખ 9 હજાર 252 કેસ સામે આવી ગયા છે. 12 લાખ 5 હજાર 194 લોકોના મોત નિપજ્યા છે. 3 કરોડ 37 લાખ 53 હજાર 770 લોકો સ્વસ્થ થઈ ગયા છે.

10 દેશોમાં કોરોનાની અસર સૌથી વધું

દેશ

સંક્રમિક

મોત

સાજા થયા

અમેરિકા

94,73,911

2,36,471

61,03,605

ભારત

82,29,322

1,22,622

75,42,905

બ્રાઝિલ

55,45,705

1,60,104

49,80,942

રશિયા

16,36,781

28,235

12,25,673

ફ્રાન્સ

14,13,915

37,019

1,18,227

સ્પેન

12,64,517

35,878

ઉપલબ્ધ નહીં

અર્જેન્ટીના

11,73,533

31,140

9,85,316

કોલમ્બિયા

10,83,321

31,515

9,77,804

બ્રિટન

10,34,914

46,717

ઉપલબ્ધ નહીં

મેક્સિકો

9,29,392

91,895

6,82,044

 

 

adv

Related News

post
post
post
post
post
post
post