• Home
  • News
  • WHOએ કહ્યું- ભારતમાં સંક્રમણ ઝડપથી નથી ફેલાઈ રહ્યું, પરંતુ તેનું જોખમ યથાવત છે; સાવધાન રહેવાની જરૂર છે
post

WHOના જણાવ્યા પ્રમાણે ફરીથી અવરજવર શરૂ થવાના કારણે સંક્રમણ ફેલાવાનું જોખમ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-06 12:37:33

જિનીવા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ કોરોના સંક્રમણને અટકાવવાના ભારતના પ્રયત્નોની પ્રશંસા કરી છે. WHOના જણાવ્યા પ્રમાણે, ભારતમાં સંક્રમણ ઝડપથી નથી ફેલાઈ રહ્યું, પરંતુ તેનું જોખમ યથાયવત છે. એટલા માટે સાવધાન રહેવાની જરૂર છે. 

ગીચ વસ્તીવાળા દેશોમાં વધુ જોખમ:WHO
શુક્રવારે WHOના સ્વાસ્થ્ય આપત્તિ કાર્યક્રમના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો.માઈકલ રિયાનના જણાવ્યા પ્રમાણે, ભારતમાં કોરોના કેસ ત્રણ અઠવાડિયામાં બમણા થઈ રહ્યા છે છે, પરંતુ મામલા સતત વધી રહ્યા છે. ભારત જ નહીં પરંતુ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને દક્ષિણ એશિયાના ગીચ વસ્તીવાળા દેશોમાં પણ મહામારીની સ્થિતિ વિસ્ફોટક નથી, પરંતુ આવું થવાનું જોખમ છે. રિયાન ચેતવણી આપી કે જો સંક્રમણ સમુદાયના સ્તરે શરૂ થશે તો તે ખૂબ ઝડપથી ફેલાશે.

રિયાનના જણાવ્યા પ્રમાણે, ભારતમાં લોકોની અવરજવર ફરીથી શરૂ થઈ ગઈ છે, આવી સ્થિતિમાં સંક્રમણ વધવાનું જોખમ છે. અહીં સ્થળાંતર કરનારાઓની સંખ્યા વધારે છે, શહેરી વિસ્તારોમાં ભીડ અને ઘણા લોકોને દરરોજ કામ પર જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી જેવા મુદ્દાઓ પણ છે.

'કેસ ડબલ થવાની ગતિ પર નજર રાખવી મહત્ત્વપૂર્ણ'
WHO
ના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સોમ્યા સ્વામિનાથનના જણાવ્યા પ્રમાણે, ભારતમાં કોરોનાના જેટલા કેસ છે જે 130 કરોડની વસ્તની હિસાબથી વધારે નથી. પરંતુ સંક્રમણ વધવાનો દર અને  કેસ ડબલ થવાની ગતિ પર નજર રાખવી મહત્ત્વપૂર્ણ છે.

આયુષ્માન ભારત યોજનાથી મદદ મળશે'
WHO
એ આ યોજનાની પ્રશંસા કરી અને જણાવ્યું કે, જો તેને ઝડપથી લાગુ કરવામાં આવે તો કોરોનાને અટકાવવામાં મદદ મળશે. WHOના ડીજી ડો. ટેડ્રોસ ગેબ્રિયેસસના જણાવ્યા પ્રમાણે, ઘણા દેશોની સામે ગંભીર પડકાર છે, પરંતુ તેમાં તકો પણ શોધવી પડશે. ભારત માટે આયુષ્માન ભારત યોજનાને વધારવાની તક હોઈ શકે છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post