• Home
  • News
  • જોર્જ ફ્લોયડના દોષિત પોલીસ ઓફિસર ડેરેક ચૌવિનની પત્નીએ છૂટાછેડાની માંગ કરી; કહ્યું- જોર્જના મોતથી તૂટી ગઈ છું, ડેરેક પાસેથી એક રૂપિયો નથી જોતો
post

તે ફ્લોયડની હત્યાથી અત્યંત દુખમાં છે અને પતિથી છૂટાછેડા માટે અરજી કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-03 12:08:24

પોલીસ અધિકારી દ્વારા અશ્વેત નાગરિક જોર્જ ફ્લોયડની નિર્દય હત્યા બાદ અમેરિકામાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. જોકે, હિંસા બંધ થઈ ગઈ છે. દરમિયાન આરોપી પોલીસ અધિકારી ડેરેક ચૌવિનની પત્ની કૈલીએ તેની સાથે છૂટાછેડા માટે અરજી કરી છે.

કૈલી મીડિયા સમક્ષ આવી નહોતી
સીએનએન અનુસાર, 25 મેના રોજ જ્યોર્જની હત્યા કરાઈ હતી. કૈલીએ 28 મેના રોજ એક લો ફર્મ દ્વારા છૂટાછેડા માટે અરજી કરી હતી. કૈલીએ પોતે મીડિયા સાથે વાતચીત કરી નહોતી. જોકે, લો ફર્મ દ્વારા બે વાતો સામે આવી છે.  પ્રથમ - કૈલીને જ્યોર્જની હત્યાથી ભારે દુખ થયું છે. બીજું - કૈલીએ કહ્યું છે કે તે છૂટાછેડાને બદલે વળતર તરીકે ડેરેક પાસેથી એક પૈસો પણ નથી માંગતી.

adv

Related News

post
post
post
post
post
post
post