• Home
  • News
  • દુનિયાએ રાહતનો શ્વાસ લીધો:સુએઝ નહેરમાં 6 દિવસથી ફસાયેલું માલવાહક જહાજ નિકાળવામાં આવ્યું , અત્યાર સુધી 50 હજાર મિલિયન ડોલરનું નુકસાન
post

સુએઝ કેનાલમાં જહાજોના આવ-જાવ પર વિક્ષેપ પહોંચતા સૌથી વધુ અસર યુરોપ પર પડી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-30 09:53:25

ઈજિપ્તની સુએઝ કેનાલમાં છેલ્લા 6 દિવસથી અટવાયેલું માલવાહક જહાજ આખરે આજે બહાર કઢાયું હતું. આ જહાજ એશિયા અને યુરોપ વચ્ચે માલ વહનનું કામ કરી રહ્યું હતું. નહેરમાં જહાજ ફસાઈ જવાને કારણે 150થી વધુ માલવાહક જહાજો પણ ત્યાં અટવાયા હતા. મીડિયાના અહેવાલ અનુસાર, સમયસર માલનો સપ્લાય અને પરિવહન અટકી જતા આશરે 50 હજાર મિલિયન ડોલરનું નુકસાન થયું છે. પ્રતિ કલાક અહીંયા 400 મિલિયન ડોલરના નુકસાનનું અનુમાન થયું હોવાનો અંદાજો લગાયો હતો. ઇંચ કેપ શિપિંગ સેવાઓએ અહેવાલ આપ્યો છે કે વિશાળ કન્ટેનર શિપને આંશિક રીતે ખાલી કરાવવામાં આવ્યું છે. તેનાથી હવે ટ્રાફિક ફરી ખુલી ગયો છે.

ટ્રાફિક વિક્ષેપના કારણે નુકસાન વેઠવું પડ્યું

·         સુએઝ કેનાલમાં જહાજોના આવ-જાવ પર વિક્ષેપ પહોંચતા સૌથી વધુ અસર યુરોપ પર પડી હતી.

·         આને કારણે ખાન-પાનની ચીજવસ્તુઓની પણ કમી સર્જાઈ હતી, જેનું આ માર્ગ દ્વારા પરિવહન થાય છે.

·         સુએઝ નહેરનો માર્ગ વિશ્વના લગભગ 12 વેપાર માટે વપરાય છે.

·         સપ્લાયમાં વિલંબની આશંકાથી લંડનમાં રોબસ્ટાના ફ્યૂચર્સમાં 2.8%નો ઉછાળ આવ્યો છે

·         મે ડિલિવરી અને જુલાઈ ડિલિવરી ફ્યુચર્સ વચ્ચેનો તફાવત 30%થી વધ્યો છે.

·         આને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. ન્યૂયોર્કમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ 2.16%થી વધીને 63.29 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યો છે.

·         વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ ઓઇલ 2.54%ની તેજી સાથે 60.05 ડોલર પ્રતિ બેરલે પહોંચ્યું છે.

દુનિયાનું સૌથી વિશાળ જહાજ છે
આ માલવાહક જહાજનું નામ 'ધ એવર ગીવન' છે. પનામાનું આ જહાજ એશિયાથી યુરોપ વચ્ચે માલ પરિવહનનું કાર્ય કરે છે. જે 1300 ફૂટની લંબાઈ ધરાવે છે. ગત મંગળવારે 23 માર્ચના રોજ સુએઝ નહેરમાં જહાજ ફસાયું હતું, જેના કારણે બંન્ને બાજુનું પરિવહન ખોરવાયું હતું. આ જહાજ પર ઑઈલ લૉડ કરવામાં આવ્યું હતું અને તેના ક્રૂમાં 25 જેટલા ભારતીયો પણ સામેલ છે. આ ટ્રાફિક જામમાં આશરે 150 જહાજો ફસાયેલા હતા, જેમાં ક્રૂડ ઓઇલના 13 મિલિયન બેરલથી ભરેલા 10 ક્રૂડ ટેન્કરનો સમાવેશ થાય છે. આને કારણે, ઘણા દેશોમાં પેટ્રોલિયમ પેદાશોની ડિલિવરીમાં વિલંબ થયો હતો અને કાર્ગો અટવાયા બાદ ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post