• Home
  • News
  • ઇન્ડોનેશિયાના જાવામાં વિશ્વનું સૌથી મોટું બૌદ્ધ મંદિર આવેલું છે, લગભગ 1 હજાર વર્ષ પહેલાં 49 ફૂટ ઊંચી ચટ્ટાન ઉપર બનાવવામાં આવ્યું હતું
post

મંદિરના સ્તૂપમાં જાવા અને તેના પાડોસી ટાપૂ ઉપર શાસન કરનાર ભારતના રાજાઓની વાસ્તુશિલ્પીય પરિકલ્પનાનું શ્રેષ્ટ ઉદાહરણ જોવા મળે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-21 12:20:38

બોરોબુદુર ઇન્ડોનેશિયાના મધ્ય જાપા પ્રાંતના મગેલાંગ નગરમાં સ્થિત 9મી સદીનું મહાયાન બૌદ્ધ મંદિર છે. જે 6 ચોરસ ચબૂતરા ઉપર બનેલું છે, જેમાંથી ત્રણ ચબૂતરા ઉપરનો ભાગ ગોળાકાર છે. આ મંદિર 2, 672 શિલાલેખો અને 504 બુદ્ધ પ્રતિમાઓથી સજેલું છે. તેની વચ્ચે બનેલાં મુખ્ય ગુંબજની ચારેય બાજુ સ્તૂપવાળી(ઘુમ્મટ જેવું એક પ્રાચીન બાંધકામ) 72 બુદ્ધ પ્રતિમાઓ છે. આ મંદિરને વિશ્વનું સૌથી મોટું બૌદ્ધ મંદિર માનવામાં આવે છે. આ બૌદ્ધ મંદિરનું નિર્માણ 49 ફૂટ ઊંચી ચટ્ટાન ઉપર કરવામાં આવ્યું હતું.

આ મંદિર 9 માળનું છેઃ-
બોરોબુદુરને એક મોટા સ્તૂપની જેમ બનાવવામાં આવ્યું છે. તેનું સ્વરૂપ પિરામિડથી પ્રેરિત છે. તેનો મૂળ આધાર વર્ગાકાર છે. આ મંદિરના 9 માળ છે. નીચેના 6 માળ ચોરસ અને ઉપરના 3 માળ ગોળાકાર છે. ઉપરના માળની વચ્ચે એક મોટા સ્તૂપની ચારેય બાજુ ઘંટના આકારના 72 નાના સ્તૂપ છે. જેમાં કોતરણી દ્વારા નાના-નાના કાણાં બનાવવામાં આવ્યા છે. બુદ્ધની મૂર્તિઓ આ નાના-નાના કાણાંમાં સ્થાપિત છે.

9મી સદીમાં આ મંદિરનું નિર્માણ થયું હતું-
મંદિરના સ્તૂપમાં જાવા અને તેના પાડોસી ટાપૂ ઉપર શાસન કરનાર ભારતના રાજાઓની વાસ્તુશિલ્પીય પરિકલ્પનાનું શ્રેષ્ટ ઉદાહરણ જોવા મળે છે. મંદિરના સૌથી ઉપરના ભાગમાં ઘંટના આકારનો વિશાળ સ્તૂપ છે, તેના શિલાપટ્ટાઓ ઉપર બુદ્ધની અનેક મૂર્તિઓ બનેલી છે. તેનું નિર્માણ 9મી સદીમાં શૈલેન્દ્ર રાજવંશના કાર્યકાળમાં થયું હતું. સ્મારકમાં અનેક સીડીઓ બનેલી છે. કોરિડોરમાં 1460 શિલાઓ ઉપર બુદ્ધ સાથે જોડાયેલી કથાઓનું વર્ણન કરવામાં આવ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post