• Home
  • News
  • દુનિયાનું બીજું સૌથી ઊંચું શિખર કે-2 ઠંડીમાં સર કરાયું, 8611 મીટર ઊંચા શિખરને સર કરવાનો પહેલો પ્રયાસ 1988માં કરાયો હતો
post

શિયાળામાં પહેલીવાર એવું બન્યું જ્યારે કારાકોરમ રેન્જના આ પર્વતને સર કરવામાં કોઈને સફળતા મળી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-18 10:03:32

10 નેપાળી પર્વતારોહકની એક ટીમે ઈતિહાસ રચી દીધો છે. તેમણે દુનિયાના બીજા ક્રમના સૌથી ઊંચા પર્વત કે-2ને શિયાળામાં સર કરી વર્લ્ડ રેકોર્ડ સર્જી દીધો છે. શિયાળામાં પહેલીવાર એવું બન્યું જ્યારે કારાકોરમ રેન્જના આ પર્વતને સર કરવામાં કોઈને સફળતા મળી.

આ ટીમના સભ્ય નિમ્સ દાઈ પુર્જાએ કહ્યું કે ઠંડીમાં 8611 મીટર ઊંચા શિખરને સર કરવાનો પહેલો પ્રયાસ 1987-88માં થયો હતો પણ કોઇ 7650 મીટરની ઊંચાઈ સુધી પહોંચી ના શક્યું. પણ અમે શનિવારે 5 વાગ્યે પર્વતના શિખર પર પહોંચી ગયા હતા. અમે રેકોર્ડ 21 દિવસમાં શિખર સર કર્યુ. બીજી બાજુ નેપાળી પર્વતારોહકો સાથે શિખર સર કરવા નીકળેલા સ્પેનના પર્વતારોહક સરગી મિન્ગોટે મૃત્યુ પામ્યા. સરગી પર્વત પર ચઢતી વખતે સી-1 કેમ્પથી નીચે પડી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે 55 સભ્યોની ટુકડી 27 ડિસેમ્બર 2020ના રોજ કે-2ને સર કરવા નીકળી હતી. તેમણે આ એક્સપીડિશનનું નામ મિશન ઈમ્પોસિબલ રાખ્યું હતું. હવે તેમણે સેવેજ માઉન્ટેન નામે પ્રસિદ્ધ કે-2ને સર કરી મિશન પોસિબલ કરી બતાવ્યું.

શિયાળમાં આ કારણે કે-2 ઘાતક છે
ચીન-પાક. સરહદે કારાકોરમ પર્વતશ્રેણીમાં છે. શિખર પર 6000 મીટર સુધી ખડકો અને બરફ છે. તાપમાન પણ -25થી -60 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહે છે. અહીં કેમ્પ-2થી જ ખતરો શરૂ થઈ જાય છે જે બૉટલનેક સુધી વધી જાય છે. અહીં ઊભું ચઢાણ છે જેના પર પર્વતારોહકોએ સાવચેતીપૂર્વક ચઢવાનું હોય છે. અહીં સફળ થવાની શક્યતા 30%થી ઓછી રહે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post