• Home
  • News
  • વિયેતનામના યુવકે ગર્લફ્રેન્ડનું પૉર્ટ્રિટ ટેટૂ પીઠ પર કરાવ્યું, લોકોએ કહ્યું-બ્રેકઅપ થશે ત્યારે પર્મેનન્ટ ટેટૂનું શું કરીશ !
post

આ ટેટૂ બનતા આશરે ૨૪ કલાકનો સમય લાગ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-23 11:45:26

`હેનોઈ: વિયેતનામના એક યુવકે તેની ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા જોરદાર કામ કર્યું છે. મહાશયનું આ કામ તેની ગર્લફ્રેન્ડ આખી જિંદગી ભૂલી નહિ શકે. ૨૨ વર્ષના તૃઓંગ વાન લેમે તેની ગર્લફ્રેન્ડનું  પૉર્ટ્રિટ ટેટૂ પીઠ પર  કોતરાવ્યું છે.

 

આ ટેટૂ બનતા આશરે ૨૪ કલાકનો સમય લાગ્યો હતો. ટેટૂ આર્ટિસ્ટે અલગ-અલગ ત્રણ સેશનમાં આ કામ કર્યું હતું. તેની ગર્લફ્રેન્ડ લુંઓંગ આ ટેટૂ જોઇને આશ્ચર્યચકિત થઇ ગઈ હતી તેને વિશ્વાસ નહોતો થતો કે તૃઓંગ તેનો ચહેરો આ રીતે પીઠ પર કરાવશે. આની પહેલાં પણ તૃઓંગ તેની ગર્લફ્રેન્ડનું નામ અને જન્મતારીખ છાતી પર લખાવી ચૂક્યો છે.
 
તૃઓંગનો આ ફોટો વિયેતનામના સોશિયલ મીડિયામાં ઘણો વાઈરલ થઇ રહ્યો છે.ઘણા લોકોને આ ફોટો પસંદ આવી રહ્યો છે, તો ઘણા લોકો તેની મજાક પણ ઉડાવી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે, જ્યારે તારી ગર્લફ્રેન્ડ બ્રેકઅપ કરીને જતી રહેશે ત્યારે આ પૉર્ટ્રિટ ટેટૂનું શું કરીશ ! લોકોના આવા રિસ્પોન્સ પર તૃઓંગ કહે છે કે, મને મારી ગર્લફ્રેન્ડનું ટેટૂ બનાવવા પણ કોઈ અફસોસ નથી. લોકો શું કહે છે તેનાથી મને કોઈ ફર્ક પડતો નથી. 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post