• Home
  • News
  • 'દૂતાવાસ-રાજદ્વારીઓને કોઈ ખતરો નથી, તાલિબાને અફઘાનિસ્તાનમાં ભારતના કામની પ્રશંસા કરી, કહ્યું - પણ જો સેના આવે તો ...
post

વિભિન્ન દેશો દ્વારા દૂતાવાસોને ખાલી કરાવવા અને પોતાના રાજદ્વારીઓને પરત બોલાવવા જેવા સમાચારો વચ્ચે તાલિબાનના પ્રવક્તા મોહમ્મદ સુહૈલ શાહીને એએનઆઈને જણાવ્યું કે, અમારા તરફથી દૂતાવાસો અને રાજદ્વારીઓને કોઈ ખતરો નથી.

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-14 14:42:21

કાબુલઃ અફઘાનિસ્તાનમાં બે દાયકાથી ચાલી રહેલા જંગમાંથી અમેરિકી સૈનિકોની વાપસી સાથે તાલિબાને આતંક મચાવવાનું શરૂ કરી દીધુ છે. અફઘાનિસ્તાનમાં રાજ કરવાના પ્રયાસમાં લાગેલા તાલિબાને દેશના દક્ષિણી ભાગ પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કર્યું અને ધીમે-ધીમે કાબુલ તરફ આગળ વધી રહ્યું છે. આ વચ્ચે તાલિબાની પ્રવક્તાએ દુનિયાને વિશ્વાસ અપાવ્યો કે તેના લડાકા કોઈપણ એસેમ્બલી અને રાજદૂતોને નિશાન બનાવશે નહીં. સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં તાલિબાનના પ્રવક્તા મોહમ્મદ સુહૈલ શાહીને અફઘાનિસ્તાનમાં ભારતના કામોની પ્રશંસા કરી છે, પરંતુ તેનાના રૂપમાં ભારતની એન્ટ્રીને લઈને ચેતવણી આપી છે. એટલું જ નહીં ભારતીય પ્રતિનિધિમંડળ સાથે મુલાકાતની ખબરો અને પાકિસ્તાની આતંકી સંગઠનો સાથે પોતાના સંબંધો વિશે વાત કરી છે. તો આવો જાણીએ તાલિબાને ક્યા મુદ્દા પર શું પ્રતિક્રિયા આપી છે. 

દૂતાવાસો અને રાજદ્વારીઓને કોઈ ખતરો નહીં
વિભિન્ન દેશો દ્વારા દૂતાવાસોને ખાલી કરાવવા અને પોતાના રાજદ્વારીઓને પરત બોલાવવા જેવા સમાચારો વચ્ચે તાલિબાનના પ્રવક્તા મોહમ્મદ સુહૈલ શાહીને એએનઆઈને જણાવ્યું કે, અમારા તરફથી દૂતાવાસો અને રાજદ્વારીઓને કોઈ ખતરો નથી. અમે કોઈ દૂતાવાસ કે રાજદ્વારીઓને નિશાન બનાવશું નહીં. અમે અમારા નિવેદનોમાં પણ આ વાત કહી છે. આ અમારી પ્રતિબદ્ધતા છે. 

અફઘાનમાં ભારતના કામોની તાલિબાને કરી પ્રશંસા
અફઘાનિસ્તાનમાં ભારતની પરિયોજનાઓનું શું થશે, આ સવાલ પર પ્રવક્તાએ કહ્યું કે, અમે અફઘાનિસ્તાનના લોકો માટે કરવામાં આવેલા દરેક કામની પ્રશંસા કરીએ છીએ, જેમ કે બાંધ, રાષ્ટ્રીય અને પાયાના માળખાની પરિયોજનાઓ અને તેવા બધા કામોની પ્રશંસા કરીએ છીએ જે અફઘાનિસ્તાનનના વિકાસ, પુનર્નિર્માણ અને લોકો માટે આર્થિક સમૃદ્ધિ લાવ્યા છે. તે (ભારત) અફઘાન લોકોની કે રાષ્ટ્રીય પરિયોજનામાં મદદ કરી રહ્યું છે. ભારતે પહેલા પણ આમ કર્યું છે. મને લાગે છે કે તેની પ્રશંસા કરવી જોઈએ. 

તે પૂછવા પર કે શું તાલિબાન ભારતને વિશ્વાસ અપાવી શકે છે કે તેની વિરુદ્ધ અફઘાનની ધરતીનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં, તેના પર તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે, અમારી એક સામાન્ય નીતિ છે કે અમે કોઈ પાડોશી દેશો સહિત કોઈપણ દેશ વિરુદ્ધ અફઘાન ધરતીનો ઉપયોગ કરવાની મંજૂરી ન આપવા માટે પ્રતિબદ્ધ છીએ. 

સેનાના રૂપમાં હાજરી ભારત માટે સારી નહીંઃ તાલિબાન
ધમકી ભર્યા અવાજમાં તાલિબાની પ્રવક્તાએ કહ્યું કે તે (ભારત) સૈન્યના રૂપમાં અફઘાનિસ્તાન આવે છે અને તેની હાજરી હોય છે તો મને લાગે છે કે તે સારૂ હશે નહીં. તેણે અફઘાનિસ્તાનમાં અન્ય દેશોની સૈન્ય ઉપસ્થિતિનું ભાગ્ય જોયું છે, તેથી આ તેના (ભારત) માટે એક ખુલ્લુ પુસ્તક છે. 

પાક સ્થિત આતંકી સમૂહો સાથે તાલિબાનના સંબંધ?
તાલિબાને આ વાતને નકારી છે કે તેના પાકિસ્તાન સ્થિતિ આતંકી સમૂહો સાથે સારા સંબંધ છે. આ સવાલ પર પ્રવક્તા મોહમ્મદ સુહૈલ શાહીને કહ્યુ કે, આ નિરાધાર આરોપ છે. તે જમીની હકીકત પર આધારિત નથી, પરંતુ રાજકીય રૂપથી પ્રેરિત લક્ષ્યોના આધાર પર અમારા પ્રત્યે તેની કેટલીક નીતિઓનો આધાર છે. 

તાલિબાન અને ભારત વચ્ચે થઈ બેઠક?
તાલિબાનની સાથે ભારતની બેઠકના સવાલ પર પ્રવક્તાએ કહ્યુ કે, ભારતીય પ્રતિનિધિમંડળના અમારા પ્રતિનિધિમંડળ સાથે મુલાકાતના સમાચારો હતા, પરંતુ હું તેની પુષ્ટિ ન કરી શકુ. મારી જાણકારી અનુસાર બેઠક થઈ નથી, પરંતુ કાલે દોહામાં અમારી એક બેઠક હતી, જેમાં એક ભારતીય પ્રતિનિધિમંડળે પણ ભાગ લીધો હતો. 

 

adv

Related News

post
post
post
post
post
post
post