• Home
  • News
  • પ્રતિરોધ દિવસની તૈયારી શરૂ:POKમાંથી પાકિસ્તાની સૈન્યને હટાવવા માટે 22મીથી આંદોલન કરાશે
post

સજ્જાદ રાજાએ ગયા અઠવાડિયે યુએનમાં પણ પાકિસ્તાનની ટીકા કરતા કહ્યું હતું કે, પીઓકેના લોકો સાથે પાકિસ્તાન જાનવરો જેવું વર્તન કરે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-19 12:23:19

ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં 22 ઓક્ટોબરે પાકિસ્તાન પ્રતિરોધ દિવસ મનાવાશે. પીઓકેના નેતા અને માનવાધિકાર કાર્યકર સજ્જાદ રાજાએ કહ્યું કે, આ માટે અમે બધી તૈયારી કરી દીધી છે. 22 ઓક્ટોબર 1947ના રોજ પાકિસ્તાને જમ્મુ કાશ્મીર પર હુમલો કર્યો હતો. હુમલાખોર કબાલીઓના વેશમાં આવ્યા હતા. પાકિસ્તાન વિરુદ્ધ અમારો પ્રતિરોધ ત્યાં સુધી જારી રહેશે, જ્યાં સુધી તેઓ પાકિસ્તાનમાંથી તેમની સેના અને લોકોને નહીં હટાવે. પીઓકેમાં મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓએ ગેરકાયદે કબ્જો કર્યો છે.

સજ્જાદ રાજાએ ગયા અઠવાડિયે યુએનમાં પણ પાકિસ્તાનની ટીકા કરતા કહ્યું હતું કે, પીઓકેના લોકો સાથે પાકિસ્તાન જાનવરો જેવું વર્તન કરે છે. પીઓકેમાં યુવાનોનું સતત બ્રેઈન વૉશિંગ કરાય છે.

યુરોપિયન ફાઉન્ડેશનનો દાવો
ઓપરેશન ગુલમર્ગમાં 40 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા- યુરોપિયન ફાઉન્ડેશન અને સાઉથ એશિયન સ્ટડીઝે હાલમાં જ કહ્યું હતું કે, 22 ઓક્ટોબર જમ્મુ કાશ્મીરના ઈતિહાસનો સૌથી કાળો દિવસ છે. પાકિસ્તાને એ જ દિવસે જમ્મુ કાશ્મીર પર કબજો કરવા માટે ઓપરેશન ગુલમર્ગ શરૂ કર્યું હતું.


આ યુરોપિયન થિંક ટેંકના કહેવા પ્રમાણે, પાકિસ્તાનના હુમલામાં 40 હજાર જેટલા રહેવાસીઓના મોત થયા હતા, જ્યારે હજારો લોકોએ ઘર છોડવું પડ્યું હતું. કબાલીઓના વેશમાં કરાયેલા આ હુમલામાં ષડયંત્રકારો અને ગુનાખોરો જ જમ્મુ કાશ્મીરના લોકોના અસલી દુશ્મન છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post