• Home
  • News
  • તાતા ફેમિલીની ગાથા પરથી વેબ સિરીઝ બનશે
post

હાલના તબક્કે જો કે નિર્માતાઓએ તેઓ ફિલ્મ બનાવી રહ્યા છે કે વેબ સિરીઝ તેનો ફોડ નથી પાડ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-24 17:59:56

મુંબઈ: તાતા ઉદ્યોગ જૂથની સ્થાપના કરનારા તાતા પરિવારની ગાથા પરથી એક વેબસિરીઝ બનશે. આ વેબ સિરીઝ ત્રણ ભાગમાં હશે. આ સિરીઝમાં  જમશેદજી તાતા અને તેમના પૂર્વજોથી માંડીને દેશમાં આઝાદી પછીના સમયગાળામાં તાતા જૂથે સાધેલા વિકાસ અને રતન તાતા સુધીના સુકાનીઓની વાત વણી લેવામાં આવે તેવી સંભાવના છે. 

ટી સિરીઝ અને ઓલમાઇટી મોશન પિકચર્સએ ગિરીશ કુબેર લિખીત પુસ્તક ધી તાતાઝ, હાઉ અ ફેમિલી બિલ્ટ અ બિઝનેસ એન્ડ અ નેશન નામનાં પુસ્તકના ઓડિયો-વિઝ્યુઅલ રાઈટ્સ ખરીદી લેવાની ઘોષણા કરી છે. 

હાલના તબક્કે જો કે નિર્માતાઓએ તેઓ ફિલ્મ બનાવી રહ્યા છે કે વેબ સિરીઝ તેનો ફોડ નથી પાડ્યો. પરંતુ, બોલિવુડ સૂત્રોના જણાવ્યા અનુસાર તાતા પરિવારની ગાથા એટલી લાંબી છે કે તેને એક ફિલ્મમાં સમાવવી શક્ય નથી. અગાઉ પણ આ પુસ્તક પરથી વેબ સિરીઝ બનાવવાનો સંકેત આ નિર્માતાઓ અગાઉ આપી ચૂક્યા છે. તાતા પરિવારે માત્ર જુદી જુદી કંપનીઓ જ નહીં પરંતુ આઝાદી પછી દેશ નિર્માણમાં કેવી ભૂમિકા ભજવી તેની વિગતો પણ સવિસ્તર આવરી લેવી હોય તો ઓટીટી પ્લેટફોર્મ જ તેને માટે અનુકૂળ બની શકે. આ પ્રોજેક્ટની કાસ્ટ સહિતની અન્ય વિગતોની રાહ જોવાઈ રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post