• Home
  • News
  • વર્ષ 2024માં થશે આ 12 મોટા કાર્યક્રમ, જેમાંથી 6 ભારતમાં, જાણો કયા કયા
post

અમેરિકાની સ્પેસ એજન્સી NASA ફરી એકવાર મનુષ્યને ચંદ્ર પર ઉતારી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-02 18:23:37

TOP 12 PREDICTION FOR 2024: 2023ની અમુક યાદ સાથે વર્ષ 2024 શરુ થઇ ગયું છે. અમુક લોકોએ ઉજવણી કરીને તો અમુક લોકોએ પૂજા પાઠ કરીને નવા વર્ષને આવકાર્યું હતું. ત્યારબાદ ઘણા લોકોએ નવા સંકલ્પ સાથે જાન્યુઆરીના પ્રથમ દિવસની શરૂઆત કરી હતી. આ વર્ષે પણ ઘણા મોટા કાર્યક્રમોનું આયોજન થવાનું છે. જાણો 2024માં શું મોટું થશે.

1. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 22 જાન્યુઆરીએ શ્રીરામ મંદિરનું ઉદ્ઘાટન થશે. તે વર્ષનું સૌથી મોટું આયોજન હશે

2. પાડોશી દેશ પાકિસ્તાનમાં આઠ જાન્યુઆરીએ સામાન્ય ચુંટણી યોજાશે

3. દેશમાં એપ્રિલ અને મે માસમાં લોકસભા ચુંટણી યોજાશે

4. એપ્રિલ અને મે માસમાં IPL 2024નું આયોજન થશે

5. પેરિસમાં 26 જુલાઈ 2024 થી 11 ઓગસ્ટ 2024 દરમિયાન ઓલિમ્પિક્સ યોજાશે

6. કલમ 370 હટાવ્યા બાદ સપ્ટેમ્બર મહિનામાં જમ્મુ અને કાશ્મીરમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી યોજાશે

7. આ વર્ષે આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા, સિક્કિમ, હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાશે

8. અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે

9. ICC ક્રિકેટ T-20 મેચ ઓક્ટોબર મહિનામાં યોજાશે

10. આ વર્ષે રશિયા અને બાંગ્લાદેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે

11. અમેરિકાની સ્પેસ એજન્સી NASA ફરી એકવાર મનુષ્યને ચંદ્ર પર ઉતારી શકે છે

12. ભારત ડિસેમ્બરમાં શુક્રની તપાસ શરૂ કરશે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન શુક્ર પર તેનું અવકાશયાન લેન્ડ કરશે. આ ઉપરાંત ISRO ગગનયાન-1 અને મંગલયાન-2 પણ લોન્ચ કરશે

adv

Related News

post
post
post
post
post
post
post