• Home
  • News
  • અશ્વેતના મોતની ઘટના : આ દેખાવોથી અમેરિકામાં કોરોના વાઈરસની બીજી લહેરનો ખતરો
post

શ્વેત પોલીસ અધિકારીની કસ્ટડીમાં અશ્વેત યુવક જ્યોર્જ ફ્લોઈડના મૃત્યુ પછી મામલો તંગ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-02 11:08:40

ન્યૂયોર્ક: અમેરિકામાં અશ્વેત યુવકના મૃત્યુ પછી ન્યાયની માંગ સાથે થતા દેખાવો વચ્ચે જાહેર આરોગ્ય નિષ્ણાતો કોરોના વાઈરસની બીજી લહેરને લઈને ચિંતિત છે. આ મહામારીનો અભ્યાસ કરનારા ચિકિત્સા ઈતિહાસકાર ડૉ. હોવર્ડ મર્કેલના કહેવા પ્રમાણે, દેખાવકારોઓએ રેલીઓ કાઢતા કોરોનાનું જોખમ વધી ગયું છે. આ પ્રકારના દેખાવો 1918માં ઈન્ફ્લૂએન્ઝા મહામારી પછી ફિલાડેલ્ફિયા અને ડેટ્રોઈટ શહેરમાં થયા હતા. ત્યાર પછી આ બંને રોગના કેસમાં વધારો થયો હતો. આ દેખાવોમાં પણ લોકો એકબીજાની નજીક આવે છે, જેથી તેઓ સંક્રમણથી બચી ના શકે. અનેક દેખાવોકારોએ માસ્ક પણ નથી પહેરતા. કોરોના વાઈરસ બોલવાથી નીકળતા ડ્રોપલેટ, છીંક કે ખાંસીથી ફેલાય છે, જેથી નારા લગાવતા દેખાવકારોથી તે ઝડપથી ફેલાવાનો ભય છે. પોલીસ લોકોને છૂટા પાડવા પણ ટિયર ગેસ અને ચિલી સ્પ્રેનો ઉપયોગ કરી રહી છે, જેનાથી કોરોના વાઈરસની બીજી લહેરનો ખતરો સર્જાઈ શકે છે. 


મિનેપોલિસ: સૌથી ઉદાર શહેર, રંગભેદનો સામનો કરી રહ્યું છે
મિનેસોટા રાજ્યના મિનેપોલિસ શહેરની વસતી 4.3 લાખ છે. તેમાં 60% શ્વેત, 20% અશ્વેત, 10% લેટિન અને 6% એશિયાઈ મૂળના છે. અહીં મોટા ભાગના પૂર્વ આફ્રિકા અને એશિયાથી આવ્યા છે. અહીં વંશીય તિરાડો બીજા શહેરથી વધુ છે. પોલીસ વિભાગમાં શ્વેત લોકોનો દબદબો છે અને તેમના પર વારંવાર રંગભેદના આરોપ લાગે છે. અહીં એવા પોલીસ અધિકારી બહુ ઓછા છે, જેમના પર કાયદો તોડવાના આરોપ ના હોય. 

adv

Related News

post
post
post
post
post
post
post