• Home
  • News
  • Google સર્ચનું આ ફીચર ફેક ન્યૂઝ ઓળખવામાં તમારી મદદ કરશે
post

આ ફીચરને અમેરિકામાં આ વર્ષે ફેબ્રુઆરીમાં લાવવામાં આવ્યું હતું. હવે આ મહિનાના અંત સુધી આ ફીચર બધા યુઝર્સ સુધી પહોંચી શકે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-25 10:15:11

નવી દિલ્લી:  ઈન્ટરનેટ પર ફેક ન્યૂઝ ઘણું ઝડપથી ફેલાય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે મોટી ટેક કંપનીઓ માટે સતત કામ કરી રહી છે. Twitter ફેક ન્યૂઝવાળી પોસ્ટની નીચે મેનિપુલેટેડ મીડિયાનું લેબલ લગાવી દે છે. કંઈક આ પ્રકારનું લેબલ Facebook પણ ખોટા ન્યૂઝની નીચે લગાવી દે છે. ફેક ન્યૂઝથી છૂટકારો મેળવવા માટે આ ટૂલ્સ પૂરતા નથી. હવે Google ફેક ન્યૂઝને ઓળખવા માટે નવું ટૂલ જાહેર કરવાનું છે.

1. About this Result ફીચર:
Google
ના નવા ટૂલથી સર્ચમાં યૂઝર્સને ફેક ન્યૂઝ વિશે માહિતી મળશે. Google I/O કંપની તરફથી આ ફીચર વિશે માહિતી આપવામાં આવી હતી. Googleએ આ ફીચરનું નામ About this Result રાખ્યું છે. તેને સર્ચમાં જોઈ શકાય છે.

2. Wikipedia સાથે કામ કરી રહી છે કંપની:
આ ફીચરથી યૂઝર્સ જોઈ શકશે કે કોઈપણ સાઈટ પોતાને કેવી રીતે બતાવે છે. તેના માટે Wikipedia પેજની લિંક પણ આપવામાં આવશે. કંપની તેના માટે Wikipediaની સાથે પણ કામ કરી રહી છે. તેમાં આપેલી જાણકારી અપ ટુ ડેટ વેરિફાઈડ અને સોર્સ જાણકારી હશે.

3. વધારાની જાણકારી તમને ઉપયોગી નીવડશે:
Google
એ પોતાના બ્લોગમાં જણાવ્યું કે જો તમે સાઈટનું નામ પહેલાં ક્યારેય સાંભળ્યું નથી તો તમને તેનાથી ઘણી સરળતા થઈ જશે. વધારાની જાણકારી તમારા માટે ઘણી મદદગાર સાબિત થશે. ખાસ કરીને તમે જ્યારે હેલ્થ, ફાઈનાન્શિયલ સાથે જોડાયેલી જાણકારીને સર્ચ કરી રહ્યા છો તો તે તમારા માટે ઘણી ઉપયોગી સાબિત થશે.

4. Google તમને નવી માહિતી પૂરી પાડશે:
જો વેબસાઈટને લઈને Wikiepedia પર કોઈ જાણકારી નથી તો Google તમને બીજી ઉપલબ્ધ જાણકારી આપશે. ઉદાહરણ તરીકે Googleએ સાઈટને પહેલીવાર ક્યારે ઈન્ડેક્સ કરી. Google યુઝર્સ એ પણ જોઈ શકશે કે સાઈટનું કનેક્શન સિક્યોર છે કે નહીં.

5. મહિનાના અંત સુધીમાં ફીચર્સ કાર્ય કરતું થઈ જશે:
તેને લઈને ગૂગલ સાઈટનું HTTPS પ્રોટોકોલ જોશે. આ પ્રોટોકોલથી વેબસાઈટ અને બ્રાઉઝરનો ડેટા Encrypts હોય છે. તેનાથી વેબ બ્રાઉઝ કરતા સમયે તેને સેફ કરવામાં મદદ કરે છે. આ ફીચરને અમેરિકામાં આ વર્ષે ફેબ્રુઆરીમાં લાવવામાં આવ્યું હતું. હવે આ મહિનાના અંત સુધી આ ફીચર બધા યુઝર્સ સુધી પહોંચી શકે છે. આ ફીચર શરૂઆતમાં મોબાઈલ અને ડેસ્કટોપ પર ઉપલબ્ધ રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post