• Home
  • News
  • દેશનું આ એક એવુ માર્કેટ છે, જે એશિયાનું સૌથી મોટુ ડુંગળીનું બજાર, જ્યાથી નક્કી થાય છે ભાવ
post

મહારાષ્ટ્રના નાસિક જીલ્લામાં આવેલ લાસલગામની મંડી ફરી ચર્ચામાં આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-22 16:49:47

નાસિકનું લાસલગામ એક એવી જગ્યાનું નામ છે કે જે એશિયાનું સૌથી મોટુ બજાર છે. જ્યા રોજ હજારો ક્વિંટલ ડુંગળી ટ્રકો અને ટ્રેઈલર દ્વારા પહોચાડવામાં આવે છે. જ્યા તેની હરાજી બોલાવામાં આવે છે, અને તે ડુંગળીની ક્વોલિટી પ્રમાણે નક્કી કરવામાં આવે છે. અને ત્યાથી સમગ્ર દેશમાં મોકલવામાં આવે છે. 

લાસલગામ એશિયાનું સૌથી મોટુ ડુંગળી બજાર

હાલમાં ડુંગળીના ભાવમાં મોટો વધારો થયો છે અને સરકારે ડુંગળીની નિકાસ પર 40 ટકા ચાર્જ લગાડી દીધો છે. મહારાષ્ટ્રના નાસિક જીલ્લામાં આવેલ લાસલગામની મંડી ફરી ચર્ચામાં આવી છે. લાસલગામ એશિયાનું સૌથી મોટુ ડુંગળી બજાર છે. એવુ માનવામાં આવે છે કે દેશમાં ખરેખર રીતે ડુંગળીના ભાવમાં વધારો-ઘટાડો કરવો તે આ મંડીનું કામ છે.

અહી હરાજીમાં જે બોલી હવે ડિજિટલ સ્ક્રીન પર બતાવવામાં આવે છે

લાસલગામ મંડી મુંબઈથી 4 કલાકનો રસ્તો છે. આ મંડીમા રોજ ડુંગળીના ઉત્પાદક ખેડુતો હજારો ટ્કો, ટ્રેઈલર અને ટ્રેક્ટર દ્વારા હજારો ટન ડુંગળી અહી પહોચે છે. અહી આવી વાહનોને લાઈનમાં ઉભા રાખવામાં આવે છે. અને અહી હરાજીમાં તેની ક્વોલિટી પ્રમાણે ભાવ બોલાય છે. અને નવાઈની વાત તો એ છે કે અહી હરાજીમાં જે બોલી હવે ડિજિટલ સ્ક્રીન પર બતાવવામાં આવે છે. અને મંડીમાં દિવસમાં બે વાર બોલી બોલવામાં આવે છે. આ રીતે ડુંગળીની હરાજી બોલાય છે અને તેની ખરીદી થાય છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post