• Home
  • News
  • 'આ અંતિમ યુદ્ધ હશે', ઈઝરાયલ સરકારે પેલેસ્ટાઈનને આપી દીધી મોટી ચેતવણી; કેબિનેટ મંત્રીએ કર્યું ટ્વિટ
post

ગાઝામાં 1.23 લાખ પેલેસ્ટિની બેઘર થયા

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-09 19:07:36

Israel vs Hamas War : ઈઝરાયલ અને ગાઝામાં (Israel-Palestine Conflict) સંચાલિત આતંકી સંગઠન હમાસ (Hamas Gaza) વચ્ચે યુદ્ધની સ્થિતિ દિવસે ને દિવસે વકરતી જઈ રહી છે. ઈઝરાયલમાં અત્યાર સુધીમાં 700થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. જ્યારે ગાઝાપટ્ટીમાં (Gaza Strip) 400થી વધુ લોકોના મોતના અહેવાલ છે. ત્યારે આ દરમિયાન ઈઝરાયલ અને હમાસના યુદ્ધને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ઈઝરાયલ PM બેન્જામિન નેતન્યાહૂના એક કેબિનેટ મંત્રીએ કર્યું ટ્વિટ કે 'આ અંતિમ યુદ્ધ હશે'.

આ અંતિમ યુદ્ધ હશે : ઈઝરાયલ 

આ ટ્વિટમાં કેબિનેટ મંત્રીએ લખ્યું કે, 11 સપ્ટેમબર (9/11 અમેરિકામાં હમલો)ના એક દિવસ પછી હું મારા દાદાને મળવા ગયો હતો. ત્યારે તે 96 વર્ષના હતા. હું જયારે તેમને મળવા પહોંચ્યો ત્યારે તે પહેલીવાર હતો કે તે મને જોઈને ખુશ ન હતા. ત્યારે તેમણે મને અલકાયદા જૂથના હમલા વિષે કહ્યું અને બોલ્યા કે તે આખી દુનિયા પર કબજો કરી શકે છે. ત્યારે મેં તેમણે શાંત કરી કહ્યું કે આ ચેતવણી છે અને આંતકવાદને હરવામાં આવશે. આગળ તેના ટ્વીટમાં પેલેસ્ટાઈનને ચેતવણી આપતા તેમણે લખ્યું, તે જ રીતે આ ગાઝા યુદ્ધને પણ અંતિમ યુદ્ધ બનાવવાની યોજના તૈયાર છે.

ગાઝામાં 1.23 લાખ પેલેસ્ટિની બેઘર થયા 

સંયુક્ત રાષ્ટ્રએ ઈઝરાયલ અને ગાઝા વચ્ચેના યુદ્ધ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે ઈઝરાયલની એરસ્ટ્રાઈકને પગલે ગાઝામાં અત્યાર સુધીમાં 1,23,000 પેલેસ્ટિની બેઘર થઈ ગયા છે. 74 હજાર લોકોએ સ્કૂલોમાં શરણ લઈ રાખી છે. વીજળી ગુલ થવાને કારણે હોસ્પિટલોમાં કામ કરવામાં તકલીફ પડી રહી છે.