• Home
  • News
  • સુપર વુમન: આ મહિલાની આંખ દસ કરોડ રંગ ઓળખી શકે છે, ફક્ત એક ટકા લોકો પાસે જ આ ક્ષમતા
post

કોન્સેટાની આંખમાં ચાર કલર રિસેપ્ટર, સામાન્ય રીતે ત્રણ જ હોય છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-31 12:12:38

કેનબેરા: જ્યારે આપણે કોઈ સામાન્ય પાંદડાને જોઈએ ત્યારે આપણે ફક્ત ઘેરો લીલો રંગ જ દેખાય છે, પરંતુ ઓસ્ટ્રેલિયાની કોન્સેટા એન્ટિકો નામની આ મહિલાને એ પાંદડામાં બીજા પણ અનેક રંગ દેખાય છે. હકીકતમાં એને ટેટ્રાક્રોમેટ છે. એટલે કે તેની આંખની રેટિનામાં ચોથો કલર રિસેપ્ટર છે. સામાન્ય રીતે લોકોની આંખમાં એ ત્રણ જ હોય છે. એ કોન સેલ્સ તરીકે પણ ઓળખાય છે, કારણ કે એ શંકુ આકારના હોય છે.

 

2012 સુધી કોઈ જાણકારી ન હતી:

વિજ્ઞાનીઓના મતે, ટેટ્રાક્રોમેટની આંખો 10 કરોડ રંગની ઓળખ કરવા સક્ષમ છે. એન્ટિકો કહે છે કે મને બાળપણથી જ લાગતું હતું કે હું જાદુઈ દુનિયામાં રહું છું. મારા માટે બધું જ અદભુત હતું. મને દરેક બાબતમાં કંઈક વધુ જ દેખાતું હતું. હું જે કંઈ જોતી હતી એ પેઈન્ટિંગમાં પણ ઉતારતી હતી. યુનિવર્સિટીનો અભ્યાસ પૂરો કર્યા પછી અમેરિકાના સેન ડિએગો આવીને હું આર્ટ ટીચર બની. 2012 સુધી મને પણ આ વિશે ખાસ જાણકારી નહોતી.

 

1 ટકા લોકો સાથે બને છે આવું:

આ દરમિયાન તેમના એક વિદ્યાર્થીએ કોન્સેટાને ટેટ્રાક્રોમેસી પર એનો સ્ટડી બતાવ્યો. એમાં લખ્યું હતું કે આ પ્રકારની માતાઓની પુત્રી કલર બ્લાઈન્ડ હોવાની આશંકા રહે છે. એના થોડા સમય પહેલાં જ કોન્સેટાને તેમની પુત્રી કલર બ્લાઈન્ડ હોવાનું માલૂમ પડ્યું હતું. કેલિફોર્નિયા યુનિવર્સિટીના નિષ્ણાત કિમ્બર્લી જેમ્સન કહે છે, 15 ટકા મહિલાઓમાં ટેટ્રાક્રોમેસી માટે જવાબદાર જિન મળે છે, કારણ કે બે એક્સ ક્રોમોસોમ પર મ્યૂટેશનથી જ ચોથો સેલ બની શકે છે. દુનિયામાં ફક્ત 1 ટકા લોકો સાથે આવું થાય છે.

ટેટ્રાક્રોમેટ્સ માટે કલર ઓનલાઈન પ્લેટફોર્મ શરૂ કરશે
કોન્સેટા એન્ટિકો કલર બ્લાઈન્ડ લોકોની મદદ કરવાની પદ્ધતિ પર કામ કરી રહી છે. તેમને લાગે છે કે આ મુશ્કેલી ઝડપથી ઓળખાય તો તેમના મગજને ઝડપથી તાલીમ આપી શકાય છે. તે ટૂંક સમયમાં એક બ્લાઈન્ડ આર્ટ સ્કૂલ શરૂ કરવા જઈ રહ્યા છે. આ માટે તેઓ ઓનલાઈન પ્લેટફોર્મ પણ શરૂ કરવાના છે.

adv

Related News

post
post
post
post
post
post
post