• Home
  • News
  • અશ્વેત ફ્લોયડને દફનાવવામાં આવ્યા : અમેરિકામાં છેલ્લી વિદાયમાં હજારો લોકો એકઠા થયા, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ બિડેને જ્યોર્જની પુત્રીને વીડિયો સંદેશમાં કહ્યું - તમે બહાદુર છો
post

લોકો છેલ્લી વખત ફ્લોયડને જોઈ શકે તેથી ફાઉન્ટેન ઓફ પ્રાઈઝ ચર્ચમાં તેમનો શબપટ છ કલાક રાખવામાં આવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-10 11:54:51

વોશિંગ્ટન: અમેરિકન અશ્વેત જ્યોર્જ ફ્લોયડને મંગળવારે તેમના હોમટાઉન હ્યુસ્ટનમાં દફનાવવામાં આવ્યા હતા. ફ્લોયડની અંતિમ યાત્રા માટે હ્યુસ્ટનમાં 6 હજારથી વધુ લોકો એકઠા થયા હતા. અહીં ફાઉન્ટેન ઓફ પ્રાઈઝ ચર્ચમાં તેમનો શબપટ છ કલાક રાખવામાં આવ્યો હતો. તેમનો મૃતદેહ ચર્ચથી ઘોડાગાડીમાં કબ્રસ્તાન લઈ જવામાં આવ્યો હતો. તેમને તેમની માતાની કબર પાસે દફનાવવામાં આવ્યા હતા.

મિનેસોટા રાજ્યની મિનેપોલીસ શહેરની પોલીસે 25 મેના રોજ જ્યોર્જ ફ્લોયડને છેતરપિંડીના આરોપમાં પકડ્યા હતા. આ દરમિયાન પોલીસ અધિકારી ડેરેક ચોવિન તેમને જમીન પર સુવડાવી લગભગ 9 મિનિટ સુધી તેમની ગરદન દબાવી રાખી હતી. તેનાથી જ્યોર્જનો શ્વાસ રૂંધાયો અને તેમનું મોત થયું હતું. આ ઘટનાનો વીડિયો વાઈરલ થતા જ દેખાવો શરૂ થયા હતા.

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ બિડેને વીડિયો સંદેશ જાહેર કર્યો
અંતિમ સંસ્કાર પૂર્વે યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવાર અને ડેમોક્રેટિક પાર્ટીના નેતા જો બિડેને વીડિયો સંદેશ જાહેર કર્યો. તેમણે ફ્લોયડના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. બિડેને આ વાત જ્યોર્જની 6 વર્ષની પુત્રી ગિન્નાને કહી, "તમે લોકો ખરેખર બહાદુર છો. કોઈપણ બાળકે એ પ્રશ્ન ન પૂછવો જોઈએ જે અશ્વેત બાળકો પેઢીઓથી પૂછી રહ્યા છે. તે સવાલ એ છે કેઅમારા પિતા ક્યાં ગયા?"
  
અમેરિકન સાંસદોએ ઘૂંટણે બેસીને ફ્લોયડને યાદ કર્યા
અમેરિકાના 25થી વધુ સાંસદોએ હોલમાં ઘૂંટણે બેસીને ફ્લોયડને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની સ્પીકર નેન્સી પેલોસી અને સીનેટર ચક શૂમર શામેલ હતા. બધા 8 મિનિટ અને 46 સેકંડ માટે તેમના ઘૂંટણ પર બેઠા. પોલીસ અધિકારીના ઘૂંટણ નીચે આટલો સમય રહ્યા બાદ જ્યોર્જનો શ્વાસ રૂંધાયો અને તેનું મોત થયું હતું. સાંસદોની પણ કેન્ટ ફેબ્રિકના ઉપયોગને લઈને ટીકા થઈ રહી છે. ઘાના મૂળની ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધનકર્તા જેડ બેંટિલે કહ્યું હતું કે આફ્રિકામાં આપણા પૂર્વજોએ આ જાહેર કાર્યક્રમોમાં પહેરવા બનાવ્યું નહોતું.

દફન પહેલાં ફ્લોયડના છેલ્લા શબ્દોના નારા લગાવ્યા
ફ્લોયડની અંતિમ યાત્રા મુલાકાત દરમિયાન લોકોએ "આઈ કાન્ટ બ્રિધ" અને "કીપ યોર ની ઓફ માઈ નેક"ના નારા લગાવ્યા. આ ફ્લોયડના છેલ્લા શબ્દો હતા. તેમના અવસાનથી આંતરરાષ્ટ્રીય આંદોલનમાં વધારો થયો છે. વંશીય ભેદભાવનો મુદ્દો વિશ્વના ઘણા દેશોમાં ફરી શરૂ થયો છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં કેટલાક દેશોમાં દેખાવો થઈ રહ્યા છે. ફ્લોયડના છેલ્લા શબ્દો આંદોલનના મહત્વપૂર્ણ નારા બની ગયા છે.

adv

Related News

post
post
post
post
post
post
post