• Home
  • News
  • હજારો પરિવારો પર છેતરપિંડીનો આરોપ મૂકી બાળકોની સબસિડી છીનવી, કૌભાંડનો ઘટસ્ફોટ થતાં સરકારે રાજીનામું આપ્યું
post

એક કૌભાંડથી દુનિયાના 8મા સૌથી ઈમાનદાર દેશ નેધરલેન્ડની સરકાર પર સંકટ તોળાયું

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-18 10:07:10

નેધરલેન્ડ દુનિયાના સૌથી ઈમાનદાર દેશો પૈકી એક છે. ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના ભ્રષ્ટાચાર અનુભવ સૂચકાંક(સીપીઆઇ)માં ગત વર્ષે નેધરલેન્ડ એ 10 દેશોમાં સામેલ હતું જ્યાં ભ્રષ્ટાચાર સૌથી ઓછો હતો. પણ શુક્રવારે ભ્રષ્ટાચારને લીધે ડચ રાજકારણમાં ભૂકંપ આવ્યો. ખરેખર ત્યાં એક સરકારી કૌભાંડમાં હજારો પરિવારો પર છેતરપિંડીનો જૂઠો આરોપ મૂકતાં તેમનાં બાળકો માટે મળતું ભથ્થું(સબસિડી) પાછું ખેંચી લીધું. હકીકત સામે આવતા વડાપ્રધાન માર્ક રુટની સરકારે રાજીનામું આપવું પડ્યું. હાલ રુટ સરકાર 17 માર્ચ સુધી સરકાર સંભાળશે. રુટે દેશના સમ્રાટ વિલિયમ એલેક્ઝેન્ડરને કૌભાંડની જાણ કરતા વાયદો કર્યો છે કે સરકાર જલદી ભરપાઈ કરશે.

જેમના પર આરોપ લાગ્યો, તે એથનિક સમુદાયના લોકો: સંસદીય તપાસમાં જાણ થઇ કે 2012થી જ કૌભાંડ ચાલી રહ્યું હતું. આ દરમિયાન લગભગ 26 હજાર વાલીઓ પર ખોટી રીતે બાળકો માટે સબસિડી લેવાનો આરોપ મૂકાયો. તેમાં પણ આશરે 10 હજાર પરિવારો પર છેતરપિંડીનો જુઠ્ઠો આરોપ લગાવી સબસિડી તરીકે મળેલા હજારો યુરો પાછા આપવા મજબૂર કર્યા. સબસિડી પાછી આપતાં અનેક પરિવારનું દેવાળિયું થઈ ગયું. અનેકમાં છુટાછેડાની નોબત આવી ગઈ. પરિવારોથી પૈસા પાછા લેવા નાની-મોટી પ્રશાસનિક ભૂલોને નિશાન બનાવાઈ. જેમ કે જો કાગળ પર હસ્તાક્ષર ન દેખાય કે કોઈ અન્ય ખામી હોય તો તાત્કાલિક પરિવારને જૂઠ્ઠો ગણાવી દીધો જૂઠ્ઠો આરોપ લગાવી જેમને મજબૂર કરાયેલા તે એથનિક માઈનોરિટીના હતા. 20 પરિવારોએ અનેક મંત્રીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી.


લાલચ આપી પણ સરકાર ન બચી
નેધરલેન્ડમાં સરકાર પરિવારોને બાળકોના ભરણ-પોષણ માટે એક નક્કી ભથ્થું આપે છે. તેને ચાઈલ્ડ કેર ભથ્થું કહેવાય છે. તેનાથી વાલીઓનો બાળકોના ઉછેરનો ખર્ચ 80 ટકા સુધી ઘટી જાય છે. કોર્ટમાં જમા કરાયેલા દસ્તાવેજોમાં નેધરલેન્ડના સ્વાસ્થ્યમંત્રી અને નાણામંત્રીના નામ પણ સામેલ છે. કૌભાંડ સામે આવ્યું તો સરકારે ઉતાવળે દરેક પરિવાર માટે ઓછામાં ઓછા 30,000 યુરો આપવાની જાહેરાત કરી. જોકે કૌભાંડને દબાવી ના શકાયું.

 

adv

Related News

post
post
post
post
post
post
post