• Home
  • News
  • બ્રિટનમાં એર ટ્રાફિક સિસ્ટમ ઠપ્પ થતા હજારો ફ્લાઈટ પ્રભાવિત, જમીન પર ફ્લાઈટો રદ, ઉડતી ફ્લાઈટો હવામાં ચક્કર મારી રહી છે
post

બ્રિટનના એર ટ્રાફિક કંટ્રોલર્સ નેટવર્કમાં ટેકનિકલ ખામી

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-28 17:56:44

લંડન: હાલ બ્રિટનમાંથી મોટા અહેવાલો સામે આવ્યા છે. અહીં તમામ ફ્લાઈટો બંધ કરી દેવામાં આવી છે. બ્રિટને તેના તમામ એરપોર્ટ પર એર ટ્રાફિક બંધ કરી દીધો છે. બ્રિટને તમામ ફ્લાઈટો બંધ કરવાનું કારણ ટેકનિકલ ખામી હોવાનું જણાવ્યું છે, જેના કારણે દેશભરના એર ટ્રાફિક કંટ્રોલર્સ ટેકનિકલ ખામીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. બીજી તરફ સ્કાઈ ન્યૂઝના અહેવાલો મુજબ બ્રિટન બહારની ફ્લાઈટો ધરાવતા એરલાઈન્સના મુસાફરોને જણાવાયું છે કે, એર ટ્રાફિકને કંટ્રોલ કરનાર નેટવર્ક બંધ કરી દેવાયું છે, જેના કારણે તેમની ફ્લાઈટ મોડી પડશે...

સુરક્ષાના કારણોસર તમામ ફ્લાઈટો બંધ કરી દેવાઈ

બ્રિટનમાં એર ટ્રાફિક બંધ થવાના અહેવાલો વાયુવેગે ફેલાતા દેશના તમામ એરપોર્ટ પર અફરતફરીનો માહોલ સર્જાયો છે. ઉપરાંત દેશના મોટાભાગના એરપોર્ટો પર મુસાફરોનો પણ ટ્રાફિક વધી ગયો છે. રાષ્ટ્રીય હવાઈ ટ્રાફિક નિયંત્રક - NATSએ કહ્યું કે, અમે હાલ એક ટેકનિકલ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ અને સુરક્ષાના કારણોસર તમામ ફ્લાઈટોના આવવા-જવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. હાલ એન્જિનિયરો ટેકનિકલ ખામીને શોધી રહ્યા છે અને તેના પર ઝડપી કામગીરી કરી રહ્યા છે. આ અસુવિધાના કારણે અમે માફી માંગીએ છીએ.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post