• Home
  • News
  • ચીનના કાયદા વિરુદ્ધ ટિકટોકની હોંગકોંગ છોડવાની જાહેરાત, ગૂગલ-ફેસબુક અને ટ્વિટર પણ વિરોધમાં
post

ફેસબુકે પણ કહ્યું છે કે, અમે આ કાયદા માનવાધિકારની એરણે ચકાસીએ છીએ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-08 11:28:58

હોંગકોંગ: ચીન દ્વારા હોંગકોંગમાં લાગુ રાષ્ટ્રીય સુરક્ષા કાયદાનો વિરોધ તેજ થઈ ગયો છે. ચીનની નીતિઓ વિરુદ્ધ એકજૂટ થઈને ગૂગલ-ફેસબુક અને ટ્વિટર જેવી મોટી ટેક કંપનીઓએ હોંગકોંગ સરકારની માંગ પર યુઝર્સ ડેટા આપવાની ના પાડી દીધી છે. બીજી તરફ, ચીનની કંપની બાઈડાંસની માલિકીની ટિકટોકે તો એક ડગલું આગળ વધીને જાહેરાત કરી છે કે, અમે હોંગકોંગમાંથી અમારો એપ સ્ટોર જ હટાવી લઈશું. 

ફેસબુકે પણ કહ્યું છે કે, અમે આ કાયદા માનવાધિકારની એરણે ચકાસીએ છીએ. ટેક કંપનીઓનું કહેવું છે કે, અમે હોંગકોંગમાં લાગુ કાયદાની સમીક્ષા કરી રહ્યા છીએ. એકબીજાની કટ્ટર હરીફ ગણાતી આ કંપનીઓએ સંભવત: પહેલીવાર ચીનની નીતિઓ વિરુદ્ધ જાહેરમાં એકજૂટ થઈ ગઈ છે. 

નોંધનીય છે કે, આ કાયદા હેઠળ હોંગકોંગમાં આઝાદીની માંગ કરનારાની ધરપકડ પહેલેથી જ શરૂ થઈ ચૂકી છે. હોંગકોંગમાં આ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ પોલીસને વ્યાપક અધિકાર અપાયા છે. જેમ કે, હોંગકોંગ પોલીસે કોઈની પણ વૉરંટ વિના તપાસ, શંકાસ્પદોને શહેર છોડતા રોકવા સહિતની આકરી કાર્યવાહી કરી શકે છે.