• Home
  • News
  • TMC સાંસદનું માથું વાઢનારાને 5 કરોડનું ઈનામ, અયોધ્યાના સંતે આ કારણે કરી જાહેરાત
post

આ વિડીયોને જોયા બાદ અયોધ્યાના સંતોમાં ઘણો જ આક્રોશ જોવા મળી રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-13 12:24:24

હાલમાં જ ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી (TMC MP Kalyan Banerjee)એ યૂપીની કાયદા વ્યવસ્થા પર કટાક્ષ કરતા મા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી હતી. તેનાથી રામનગરી અયોધ્યા (Ayodhya)માં ખાસ કરીને સંતો ઘણા જ નારાજ થયા છે. તપસ્વી છાવણીના મહંત પરમહંસ દાસે (Mahant Paramhans Das) ટીમએસી સાંસદ પર રાસુકા લગાવવાની માંગ કરી છે. રાસુકા ના લગાવવા પર તેમનું માથું કાપનારાને 5 કરોડ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું છે. પશ્ચિમ બંગાળ ચૂંટણી (West Bengal Election) પ્રચાર દરમિયાન ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ યૂપીની કાયદા વ્યવસ્થા પર મજાક કરતા એક નિવેદન આપ્યું હતુ. તેમના આ નિવેદનનો વિડીયો ઘણો જ વાયરલ થયો.

રાસુકા લગાવવાની માંગ કરી

આ વિડીયોને જોયા બાદ અયોધ્યાના સંતોમાં ઘણો જ આક્રોશ જોવા મળી રહ્યો છે. આ વિડીયોને લઈને અયોધ્યાના સંતો મહંત પરમહંસ દાસે કલ્યાણ બનેર્જીને રાક્ષસ સુધી કહી દીધું, સાથે જ તેમના પર રાસુકા લગાવવાની માંગ કરી છે. રામ મંદિર નિર્માણ માટે આમરણ ઉપવાસ કરીને ચર્ચામાં આવેલા સંત પરમહંસ દાસે કહ્યું કે, કલ્યાણ બેનર્જી ઉપર રાસુકાની કાર્યવાહી કરવામાં આવવી જોઇએ, નહીં તો સંતોએ પણ ધર્મની રક્ષા માટે શસ્ત્રો ઊઠાવવા પડશે.

સસ્તી રાજનીતિ માટે દેવતાઓનું અપમાન

તેમણે કહ્યું કે, “મા સીતા પર કરવામાં આવેલી ટિપ્પણી અક્ષમ્ય છે.પરમહંસે કહ્યું કે, “કલ્યાણ બેનર્જી ઉપર કાર્યવાહી ના થઈ તો તેનું માથું કાપનારાને અમે 5 કરોડ રૂપિયા ઇનામ આપીશુ. સસ્તી રાજનીતિ માટે દેવતાઓનું અપમાન થઈ રહ્યું છે. આના પર તાત્કાલિક રોક લાગવી જોઇએ.એફઆઈઆર નોંધવામાં આવ્યા બાદ હવે મામલો પ્રયાગરાજના માઘ મેળા સુધી પહોંચી ગયો છે. તેમના આ નિવેદનથી શિવ યોગી મૌની મહારાજ નારાજ થઈ ગયા છે. આ સાથે જ તેઓ મંગળવારથી ઉપવાસ પર બેઠા છે. તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે કલ્યાણ બેનર્જીની સદસ્યતા રદ્દ કરવા કહ્યું છે.

ભારતીય સંસ્કૃતિનું અપમાન 

મૌની મહારાજે કલ્યાણના નિવેદનને હિંદુઓની આસ્થા પર પ્રહાર ગણાવ્યો. તેમણએ કહ્યું કે, “તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ ના ફક્ત સીતા માતાને ગાળ આપી છે, પરંતુ ભારતીય સંસ્કૃતિનું અપમાન કર્યું છે અને ભગવાન રામની મર્યાદાને પણ ક્ષીણ કરવાનું કામ કર્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post