• Home
  • News
  • સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય એ માટે બેંક કોન્ટેક્ટલેસ ATM લગાવશે, એપમાંથી QR કોડ સ્કેન કરીને પૈસા ઉપાડી શકશે
post

ATMનું કામ સંભાળતી પેમેન્ટ કંપની AGS ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજીએ પ્રોટોટાઇપ બનાવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-06 12:30:15

કોરોના રોગચાળાને અટકાવવા સોશિયલ ડિસ્ટન્સિંગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી, બેંકોએ સામાજિક અંતર જાળવવા માટે કોન્ટેક્ટ લેન્સ ATM લગાવવાની યોજના બનાવી છે. આ માટે ATMનું કામ સંભાળતી પેમેન્ટ કંપની AGS ટ્રાન્ઝેક્ટ ટેકનોલોજી દ્વારા એક પ્રોટોટાઇપ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોટોટાઇપમાં કંપનીએ બેંકની મોબાઇલ એપ્લિકેશનને ઇન્ટરફેસ કરી છે. આ સાથે એપ્લિકેશનમાંથી ATM મશીનની સ્ક્રીન પર ઉપલબ્ધ QR કોડને સ્કેન કરીને રોકડ ઉપાડી શકાય છે.

એપમાં જ ઉપાડની રકમ ભરવાની રહેશે

ટ્રેડિશનલી ATMમાંથી રોકડ ઉપાડ દરમિયાન અકાઉન્ટ હોલ્ડરને ઓળખવા માટે મેગ્નેટિક સ્ટ્રીપવાળા ATM કાર્ડ અને પિનનો ઉપયોગ થાય છે. પરંતુ નવા કોન્ટેક્ટલેસ ATMમાં ​​ગ્રાહકે બેંકની સ્માર્ટફોન એપ્લિકેશન દ્વારા સ્ક્રીન પર આવેલા QR કોડને સ્કેન કરવો પડશે. ત્યારબાદ ગ્રાહકે એપ્લિકેશનમાં જ ઉપાડની રકમ અને ATM પિન દાખલ કરવો પડશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ATMમાંથી કેશ ઉપાડી શકાશે. આ સમગ્ર પ્રક્રિયામાં ગ્રાહકને ATMને ટચ કરવાની જરૂર રહેશે નહીં.

બે બેંકોએ કોન્ટેક્ટલેસ સોલ્યૂશન લગાવવાની પ્રોસેસ શરૂ કરી

AGS ટ્રાન્ઝેક્ટ વિવિધ બેંકોના 70 હજાર જેટલા ATMનું સંચાલન કરે છે. એક રિપોર્ટ મુજબ, કંપનીએ બે બેંકોમાં કોન્ટેક્ટલેસ સોલ્યુશન્સ મૂકવાની પ્રક્રિયા શરૂ કરી છે. તેમજ, આ સોલ્યૂશન રજૂ કરવા માટે અન્ય ચાર બેન્કો સાથે વાટાઘાટો ચાલી રહી છે. કંપનીનું કહેવું છે કે, આ પ્રક્રિયા 8 અઠવાડિયામાં પૂર્ણ થઈ જશે.

25 સેકંડમાં રોકડ ઉપાડી શકાશે

AGS ટ્રાન્ઝેકટના સીટીઓ મહેશ પટેલના જણાવ્યા મુજબ, QR કોડ આધારિત રોકડ ઉપાડ કાર્ડ કરતાં વધુ સુરક્ષિત છે. આ પ્રક્રિયા દરમિયાન ATM કાર્ડ સ્કમ્ડ થવાનું જોખમ પણ નથી. આ પ્રક્રિયા એકદમ ઝડપી છે અને તે માત્ર 25 સેકંડમાં જ રોકડ ઉપાડી શકાય છે. નવી એપ્લિકેશનને દરેક બેંકની એપ્લિકેશન સાથે ઇન્ટિગ્રેટ કરી શકાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post