• Home
  • News
  • આજે સવારે રાજ્યના 22 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો, નવસારીના ચીખલીમાં એક ઈંચ વરસાદ
post

ગઈકાલે રાજ્યના 186માં સાર્વત્રિક વરસાદ નોધાયો સૌથી વધુ 5 ઈંચ સુરતના ઉમરપાડામાં નોંધાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-19 11:02:08

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે રાજ્યના 22 તાલુકામાં વરસાદ નોઁધાયો છે. જેમાં સૌથી વધુ એક ઈંચ વરસાદ નવસારીના ચીખલીમાં નોંધાયો છે. એ સિવાય રાજ્યના અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ છે. નવસારી અને વાંસદામાં 10 મિમિ, કચ્છના માંડવી અને નવસારીના જલાલપોરમાં 9 મિમિ, વલસાડમાં 8 મિમિ, નવસારીના ખેરગામમાં 7 મિમિ, જૂનાગઢના માળિયામાં 6 મિમિ અને નવસારીના ગણદેવીમાં 5 મિમિ વરસાદ નોંધાયો છે. ગઈકાલે રાજ્યનો સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 5 ઈંચ નોંધાયો હતો.

આજે સવારે 6 વાગ્યાથી નોંધાયેલા વરસાદના આંકડા

જિલ્લો

તાલુકો

વરસાદ (મિમિમાં)

નવસારી

ચીખલી

25

નવસારી

નવસારી

10

નવસારી

વાંસદા

10

કચ્છ

માંડવી

9

નવસારી

જલાલપોર

9

વલસાડ

વલસાડ

8

નવસારી

ખેરગામ

7

જૂનાગઢ

માળિયા

6

નવસારી

ગણદેવી

5

ગઈકાલે રાજ્યના 186 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોધાયો
આગાહી વચ્ચે ગઈકાલે રાજ્યના 186 તાલુકામાં મેઘમહેર વરસી હતી. જેમાં રાજ્યનો સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 5 ઈંચ નોઁધાયો હતો. જ્યારે કચ્છ અંજાર તથા ભુજ અને મોરબીમાં 4 ઈંચ વરસાદ નોઁધાયો હતો. સુરેન્દ્રનગરના દસાડા, રાજકોટના લોધિકા, બનાસકાંઠાના દાંતા અને દાંતીવાડા 3 ઈંચ, તેમજ મહેસાણાના સતલાસણા, રાજકોટ, આણંદના બોરસદ, અમદાવાદના ધોલેરા અને બનાસકાંઠાના અમીરગઢમાં 2-2 ઈચ વરસાદ નોઁધાયો છે.

ગઈકાલે નોંધાયેલા 2 ઈંચથી વધુ વરસાદના આંકડા

જિલ્લો

તાલુકો

વરસાદ (મિમિમાં)

સુરત

ઉમરપાડા

127

કચ્છ

અંજાર

102

કચ્છ

ભુજ

86

મોરબી

મોરબી

85

સુરેન્દ્રનગર

દસાડા

81

રાજકોટ

લોધિકા

80

બનાસકાંઠા

દાંતા

76

બનાસકાંઠા

દાંતીવાડા

67

મહેસાણા

સતલાસણા

59

રાજકોટ

રાજકોટ

55

આણંદ

બોરસદ

54

અમદાવાદ

ધોલેરા

51

બનાસકાંઠા

અમીરગઢ

50

 

adv

Related News

post
post
post
post
post
post
post