• Home
  • News
  • ઈતિહાસમાં આજે:હત્યાના 18 દિવસ અગાઉ ગાંધીજીએ તેમનું અંતિમ ભાષણ આપ્યું હતુ, ત્યારબાદ કોમી તોફાનો અટકાવવા ઉપવાસ શરૂ કર્યો
post

1908માં પેરિસ સ્થિત એફિલ ટાવરથી પ્રથમ વખત લાંબા અંતરનો વાયરલેસ સંદેશ મોકલવામાં આવ્યો.

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-12 10:09:19

વર્ષ 1948માં આજના દિવસે મહાત્મા ગાંધીએ તેમનું અંતિમ ભાષણ આપ્યુ હતું. ત્યારબાદ તેઓ 13 જાન્યુઆરીથી ઉપવાસ શરૂ કર્યો હતો. 12 જાન્યુઆરીની સાંજે પોતાના અંતિમ ભાષણમાં ગાંધીજીએ કહ્યું હતું કે સાંપ્રદાયિક તોફાનોમાં જે બરબાદી જોવા મળે છે તેને જોવાાને બદલે મૃત્યુને ગળે લગાવી લેવુ છે. હકીકતમાં વર્ષ 1947માં સ્વતંત્રતા સાથે જ મુશ્કેલ પરિસ્થિતિ પણ સાથે જ મળી હતી. ભારત અને પાકિસ્તાન બે અલગ-અલગ દેશનું નિર્માણ થયુ. વિભાજનને લીધે દેશભરમાં કોમી તોફાનો થવા લાગ્યા હતા.

હિન્દુ, મુસ્લિમ અને શીખ એકબીજાના લોહીના તરસ્યા થઈ ગયા હતા. આ તોફાનોએ ગાંધીજીને હચમચાવી નાંખ્યા. દેશમાં કોમી તોફાનોને અટકાવવા માટે તેમણે 13 જાન્યુઆરીના રોજ ઉપવાસ કરવાનો નિર્ણય કર્યો. 12 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં તેમણે અંતિમ ભાષણ આપ્યું. ગાંધીજીએ કહ્યું 'ઉપવાસની શરૂઆત આવતીકાલે ભોજન સમયથી જ શરૂ થઈ જશે અને તેનો અંત ત્યારે જ આવશે કે જ્યારે મને એ વાતનો સંતોષ થાય કે તમામ સમુદાયો વચ્ચે કોઈ પણ પ્રકારના દબાણ વગર ફરી ભાઈચારો સ્થાપિત થાય.નિસહાયોની માફક ભારત હિન્દુત્વ શીખ ધર્મ અને ઈસ્લામની બરબાદીને જોવાને બદલે મૃત્યુને ગળે લગાવવું મારા માટે વધારે સન્માનની બાબત હશે'.

ત્યારબાદ ગાંધીજીએ ઉપવાસ શરૂ કર્યો. 5 દિવસ બાદ ગાંધીજીની શરત માની લેવામાં આવી અને દેશમાં શાંતિ લાવવા સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવ્યો. એવું માનવામાં આવે છે કે ગાંધીજીનું અંતિમ ભાષણ જ તેમની હત્યાનું કારણ બન્યું. ભારતના વિભાજનને લીધે કેટલાક લોકો ગાંધીજીથી નિરાશ હતા. 30મી જાન્યુઆરી 1948ના રોજ જ્યારે ગાંધીજી બિરલા હાઉસમાં પ્રાર્થના કરવા જઈ રહ્યા હતા ત્યારે નાથુરામ ગોડસેએ તેમની ઉપર ત્રણ ગોળી ચલાવી હતી. મહાત્મા ગાંધીના અંતિમ શબ્દ હતા, "હે રામ". ગાંધીજીની હત્યાના આરોપમાં નાથુરામ ગોડસે અને નારાયણ આપ્ટેને 15 નવેમ્બર 1949ના રોજ ફાંસી આપવામાં આવી હતી. આઝાદ ભારતની આ પહેલી ફાંસી હતી.

અમેરિકાની સંસદે ઈરાક યુદ્ધને મંજૂરી આપી
વર્ષ 1991માં આજના દિવસે અમેરિકાની સંસદે ઈરાક સામે સૈન્ય કાર્યવાહીને મંજૂરી આપવામાં આવી હતી. ત્રણ દિવસની ચર્ચા બાદ અમેરિકાની સંસદે આ પ્રસ્તાવને 250 મતોથી મંજૂરી આપી હતી. તેની સામે 183 મત પડ્યા હતા. આ અગાઉ સંયુક્ત રાષ્ટ્રે તે સમયના ઈરાકના રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈનને 15 જાન્યુઆરી સુધીમાં કુવૈતમાંથી સેના હટાવી લેવા કહ્યું હતું અને આ વાત નહીં માનવાના સંજોગોમાં સૈન્ય કાર્યવાહી માટે તૈયાર રહેવા પણ ચેતવણી આપી હતી.

16 જાન્યુઆરી 1991ના રોજ ઈરાકની રાજધાની બગદાદમાં ભારે બોમ્બમારો કરવા સાથે ઓપરેશન ડેઝર્ટ સ્ટોર્મ નામથી પહેલા ખાડી યુદ્ધની શરૂઆત થઈ. 25 ફેબ્રુઆરીના રોજ ઈરાકની સેના કુવૈતમાંથી પાછળ હટવા લાગી અને 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકાએ યુદ્ધમાં જીત હાંસલ કર્યાંની જાહેરાત કરી.

ભારત અને વિશ્વમાં 12 જાન્યુઆરીની મહત્વની ઘટનાઃ

·         2010 : હૈતીમાં આવેલા ભૂકંપમાં 2,00,000થી વધારે લોકો માર્યા ગયા. આ ઘટનામાં શહેરના એક મોટા ભાગમાં ભારે વિનાશ સર્જાયો હતો.

·         2009 : એ.આર.રહેમાન ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યા.

·         2008 : કોલકાતાના બજારમાં ભીષણ આગ લાગી, સેંકડો દુકાનોને નુકસાન થયું

·         2007 : આમિર ખાનની ફિલ્મ 'રંગ દે બસંતી' બાફ્ટા માટે પસંદ પામી.

·         2005 : ભારતીય સિનેમાના પ્રસિદ્ધ અભિનેતા અને ખલનાયક અમરીશ પુરીનું અવસાન થયું

·         1991 : અમેરિકાની સંસદે ઈરાક સામે સૈન્ય કાર્યવાહીને મંજૂરી આપી.

·         1984 : સ્વામી વિવેકાનંદના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી

·         1976 : જાસૂસી ઉપન્યાસોની પ્રસિદ્ધ લેખિકા અગાથા ક્રિસ્ટીનું અવસાન

·         1972 : ભૂતપુર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની દિકરી પ્રિયંકા ગાંધીનો જન્મ 1972ના રોજ દિલ્હીમાં થયો.

·         1934 : ભારતની સ્વતંત્રતા માટે સંઘર્ષ કરનારા ક્રાંતિકારી સુર્યસેનનો 12 જાન્યુઆરી 1934ના રોજ અંગ્રેજોએ ફાંસી આપી હતી.

·         1931 : પાકિસ્તાનના ઉર્દુ શાયર અહેમદ ફરાજનો જન્મ

·         1908 : પેરિસ સ્થિત એફિલ ટાવરથી પ્રથમ વખત લાંબા અંતરનો વાયરલેસ સંદેશ મોકલવામાં આવ્યો.

·         1863 : ભારતીય દાર્શનિક સ્વામી વિવેકાનંદનો કોલકાતામાં જન્મ થયો હતો.

·         1757 : પશ્ચિમ બંગાળના બંદેલને બ્રિટીશ શાસકોએ પોર્ટુગીઝો પાસેથી છીનવી લીધું

·         1708 : છત્રપતિ શાહૂજીને મરાઠા શાસકનો તાજ પહેરાવવામાં આવ્યો

·         1598 : રાજમાતા જીજાબાઈનો મહારાષ્ટ્રના બુલઢાણા શહેરમાં જન્મ થયો

 

adv

Related News

post
post
post
post
post
post
post