• Home
  • News
  • ઈતિહાસમાં આજે:લાલ બહાદુર શાસ્ત્રીનું તાશકંદમાં અવસાન; તેમની એક હાકલથી સેંકડો ભારતીયોએ એક ટંક ભોજન ખાવાનું છોડી દીધુ હતુ
post

2009માં 66માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં સ્લમડોગ મિલેનિયરને બેસ્ટ ફિલ્મ એવોર્ડ મળ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-11 10:53:12

દેશના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીનું આજના દિવસે વર્ષ 1966માં ઉઝબેકિસ્તાનના તાશકંદમાં અવસાન થયુ હતું. પંડિત જવાહર લાલ નેહરુના મૃત્યુ બાદ 9 જૂન 1964ના રોજ શાસ્ત્રી પ્રધાનમંત્રી બન્યા હતા. શાસ્ત્રીએ જ 'જય જવાન, જય કિસાન'નું સૂત્ર આપ્યુ હતું. તેઓ આશરે 18 મહિના સુધી પ્રધાનમંત્રી રહ્યા.

તેમના નૈતૃત્વમાં ભારતે વર્ષ 1965માં પાકિસ્તાનને હરાવ્યુ હતું. ત્યારબાદ તેઓ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાન સાથે યુદ્ધ સમાપ્ત કરવાની સમજૂતી પર હસ્તાક્ષર કરવા માટે તાશકંદ ગયા હતા અને ત્યાં તેમનું મૃત્યુ થયુ હતું.

અત્યાર સુધી શાસ્ત્રીના મૃત્યુ અંગે રહસ્ય અકબંધ છે
લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુને લગતુ રહસ્ય આજે પણ અકબંધ છે. 10 જાન્યુઆરી 1966ના રોજ પાકિસ્તાન સાથે તાશકંદ સમજૂતી પર હસ્તાક્ષર કર્યાના માંડ 12 કલાક બાદ 11 જાન્યુઆરીની વહેલી સવારે 1 વાગે 32 મિનિટે તેમનું મૃત્યુ થયુ હતું.

એવુ કહેવામાં આવે છે કે શાસ્ત્રી મૃત્યુના અડધો કલાક અગાઉ તદ્દન સાજા હતા, પણ 15 થી 20 મિનિટમાં તેમની તબીયત બગડી ગઈ. ત્યારબાદ ડોક્ટરોએ તેમને એટ્રા-મસ્કુલર ઈન્જેક્શન આપ્યા. આ ઈન્જેક્શન આપ્યાના થોડી મિનિટમાં તેમનું મૃત્યુ થઈ ગયું.

શાસ્ત્રીના મૃત્યુ અંગે આશંકા એટલા માટે પણ છે દેશના વડાપ્રધાનના મૃત્યું બાદ તેમનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં ન આવ્યું. તેમની પત્ની લલિતા શાસ્ત્રીએ દાવો કર્યો હતો કે શાસ્ત્રીને ઝેર આપવામાં આવ્યુ હતું. તેમના દિકરા સુનિલનું પણ એમ જ કહેવું હતું કે તેમના પિતાનું શરીર પીળુ પડી ગયુ હતું.

જ્યારે શાસ્ત્રીનો મૃતદેહ દિલ્હી લાવવા માટે તાશકંદ એરપોર્ટ પર લઈ જતી વખતે માર્ગમાં સોવિયત સંઘ, ભારત અને પાકિસ્તાનના ઝંડા અડધી કાઠીએ ઝુકેલા હતા. શાસ્ત્રીને સોવિયતના પ્રધાનમંત્રી કોસિગિન અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાને કાંધ આપી હતી.

તેમના કહેવાથી લાખો ભારતીય લોકોએ એક ટંકનું ભોજન લેવાનું બંધ કરી દીધુ હતું
વર્ષ 1965માં જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલતુ હતું ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ લિંડન જોનસને શાસ્ત્રીને ધમકી આપી હતી કેજો તમે પાકિસ્તાન સામે લડાઈ બંધ નહીં કરો તો તમને જે લાલ ઘઉં મોકલવામાં આવી રહ્યા છે તે બંધ કરી દેશું.

તે સમયે ભારત ઘઉંના ઉત્પાદનમાં આત્મનિર્ભર ન હતું. શાસ્ત્રીને આ વાત ખુચી. તેમણે દેશવાસીઓને અપીલ કરી કે આપણે લોકો એક ટંકનું ભોજન નહીં કરીએ. તેનાથી અમેરિકામાંથી આવતા લાલ ઘઉંની જરૂર નહીં પડે. શાસ્ત્રીની અપીલને લીધે તે સમયે લાખોની સંખ્યામાં ભારતીયોએ એક ટંકનું ભોજન છોડી દીધુ.

દેશવાસીઓને અપીલ કરતા પહેલા શાસ્ત્રી તથા તેમના પરિવારે તેમના ઘરે એક ટંકનું ભોજન લીધુ ન હતું. તેઓ ઈચ્છતા હતા કે બાળકો ભુખ્યા ન રહે. જ્યારે તેમણે જોયુ કે તેઓ તથા તેમના બાળકો એક ટંકના ભોજન વગર રહી શકે છે ત્યારે તેમણે દેશવાસીઓને આ અપીલ કરી.

પેરુમાં બરફના તોફાનમાં 2 હજાર લોકો માર્યા ગયા
આજના દિવસે વર્ષ 1962માં પેરુના ઉત્તર-પશ્ચિમ હિસ્સામાં બરફના તોફાનને લીધે ઓછામાં ઓછા 2 હજાર લોકોના મૃત્યુ થયા હતા. તે સમયે પેરુના સૌથી ઉંચા પહાડ પરથી લાખો ટન બરફ, શિલાઓ, કીચડ તથા કાટમાળ નીચે તૂટી પડ્યો હતો. આ ઘટના અડધી રાત્રે થઈ હતી. તેને લીધે 8 શહેરોને ભારે નુકસાન થયુ હતું. કેટલાક લોકોને બચાવી લેવામાં આવ્યા. ત્યારબાદ વર્ષ 1970માં પણ પેરુમાં વધુ એક તોફાન આવ્યુ હતું, જેમાં આશરે 20 હજાર લોકોના મૃત્યુ થયા હતા.

ભારત અને દુનિયામાં 11 જાન્યુઆરીની મહત્વની ઘટનાઓઃ

2015 : કોલિંદા ગ્રબર કિટરોવિકને ક્રોએશિયાની પહેલી મહિલા પ્રધાનમંત્રી ચૂંટવામાં આવી

2009 : 66માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં સ્લમડોગ મિલેનિયરને બેસ્ટ ફિલ્મ એવોર્ડ મળ્યો

1998 : અલ્જીરિયાની સરકારે બે ગામો પર થયેલા હુમલા માટે ઈસ્લામી કટ્ટરપંથીઓને જવાબદાર ઠરાવ્યા.આ હુમલામાં 100 લોકોની હત્યા થઈ ગઈ હતી.

1972 : બાંગ્લાદેશને પૂર્વી જર્મનીએ માન્યતા આપી

1954 : બાળ મજૂરી સામે અવાજ ઉઠાવનાર નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીનો જન્મ

1942 : બીજા વિશ્વયુદ્ધમાં જાપાને કુઆલાલંપુર પર કબ્જો કર્યો

1922 : ડાયાબિટીસના દર્દીને પ્રથમ ઈન્સ્યુલિન આપવામાં આવ્યું

1569 : ઈગ્લેન્ડમાં પહેલી લોટરીની શરૂઆત થઈ

 

adv

Related News

post
post
post
post
post
post
post