• Home
  • News
  • ઈતિહાસમાં આજે:તે લોહિયાળ રવિવાર જ્યારે રશિયામાં ઝારના સૈનિકોએ 500 મજૂરોને ગોળીઓથી ઠાર કર્યા હતા, અહીંથી નખાયા રશિયન ક્રાંતિના પાયા
post

2008માં NDAએ દ્વારા લોકસભામાં વિપક્ષના નેતા લાલકૃષ્ણ અડવાણીને 2009ની લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-22 09:58:26

વાત 20મી સદીના પહેલા દશકાની છે. રશિયામાં ઝાર નિકોલસ બીજાનું શાસન હતું. લોકોમાં ઝારના શાસન સામે ગુસ્સો હતો. મજૂરોની સ્થિતિ ખરાબ હતી. 22 જાન્યુઆરી 1905નો રવિવારનો દિવસ, મજૂરોની સ્થિતિ, કામના કલાક, કામની સ્થિતિ જેવા મુદ્દાઓને લઈને પ્રદર્શન ચાલી રહ્યું હતું. પ્રદર્શનકારી સેન્ટ પીટ્સબર્ગના વિન્ટર પેલેસ તરફ આગળ વધી રહ્યાં હતા. આ લોકો ઝાર નિકોલસને મળવા માગતા હતા અને પોતાની વાત ઝાર સુધી પહોંચાડવા ઈચ્છતા હતા. પરંતુ, ઝારની પાસે પહોંચે તે પહેલાં જ ઝારના સૈનિકોએ આ શસ્ત્રહીન પર ગોળીઓ વરસાવી દીધી.

આ ઘટનામાં 500થી વધુ લોકો માર્યા ગયા. શસ્ત્રહીન લોકો પર આ ફાયરિંગની ઘટનાને રશિયાના ઈતિહાસમાં બ્લડી સન્ડે એટલે કે લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આ ઘટનાથી 1917માં થયેલી રશિયાની ક્રાંતિ જેને બોલ્શેવિક ક્રાંતિ પણ કહેવાય છે તેનો પાયો નખાયો હતો. વ્લાદિમિર લેનિને આ ક્રાંતિની આગેવાની કરી હતી. આ ક્રાંતિ દરમિયાન જ રશિયામાંથી ઝારના શાસનનો અંત આવ્યો હતો. ઝારને તેમની પત્ની અને 5 બાળકો સહિત ફાંસી આપવામાં આવી હતી. ક્રાંતિ પછી રશિયામાં ગૃહ યુદ્ધ શરૂ થઈ ગયું હતું. આ રેડ આર્મી અને વ્હાઈટ આર્મી વચ્ચેનું યુદ્ધ હતું. રેડ આર્મી સમાજવાદના સમર્થક હતા, વ્હાઈટ આર્મી પૂંજીવાદ, રાજાશાહીના સમર્થક હતા. 1920માં સમાજવાદના વિરોધીઓને હરાવવામાં આવ્યા. 1922માં USSRની સ્થાપના થઈ.

સ્લમડોગ મિલેનિયર ફિલ્મ ઓસ્કારમાં નોમિનેટ થઈ

હોલીવુડના ફેમસ ડાયરેક્ટર ડેની બોયલની એક ફિલ્મ આવી હતી. નામ હતો સ્લમડોગ મિલેનિયર. સ્લમ એરિયામાં જન્મેલા જમાલ અને સલીમ નામના બે ભાઈઓની વાર્તા આ ફિલ્મમાં જોવા મળી હતી. જમાલ મોટા થઈને કૌન બનેગા કરોડપતિના શોમાં જાય છે. આ શોમાં તે તમામ સવાલોના જવાબ આપે છે. પોલીસ ચીટિંગના ગુનામાં તેને પકડે છે. આ તો વાત થઈ ફિલ્મની વાર્તાની. આ ફિલ્મે આખી દુનિયામાં ધૂમ મચાવી હતી. આજના દિવસે 2009માં આ ફિલ્મને ઓસ્કારમાં નોમિનેશન મળ્યું હતું. આ ફિલ્મે 8 ઓસ્કાર એવોર્ડ જીત્યા હતા. ભારતના એઆર રહેમાનને બેસ્ટ ઓરિઝનલ સોંગ માટે ઓસ્કાર મળ્યો હતો.


ભારત અને દુનિયામાં 22 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ પ્રકારે છેઃ

·         ​​​​​​​2015: ઉક્રેન અને દોનેત્સકમાં થયેલા વિસ્ફોટમાં 13 લોકોનાં મોત.

·         2008: NDAએ દ્વારા લોકસભામાં વિપક્ષના નેતા લાલકૃષ્ણ અડવાણીને 2009ની લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા.

·         2006: શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષેએ વિદ્રોહી સંગઠન LTTE સાથે વાતચીતની રજૂઆત કરી.

·         1998: અમેરિકાના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન પર મોનિકા લેવેન્સકીએ અવૈધ શારીરિક સંબંધ સ્થાપિત કરવાનો આરોપ લગાવ્યો.

·         1996: કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકોએ પૃથ્વીથી લગભગ 3,50,000 પ્રકાશ વર્ષના અંતરે બે નવા ગ્રહની શોધ કરી.

·         1993: ઈન્ડિયન એરલાઈન્સનું વિમાન ઔરંગાબાદમાં ક્રેશ થયું અને 61 યાત્રિકોના મોત નિપજ્યા.

·         1976: કર્ણાટક સંગીત શૈલીના પ્રસિદ્ધ ગાયક અને મેગ્સેસે પુરસ્કાર વિજેતા ટીએમ કૃષ્ણાનો જન્મ થયો.

·         1963: દેહરાદૂનમાં દ્રષિટહીન લોકો માટે રાષ્ટ્રીય પુસ્તકાલયની સ્થાપના થઈ.

·         1837: દક્ષિણી સીરિયામાં ભૂકંપથી હજારો લોકોએ જીવ ગુમાવ્યાં.

·         1760: વાંદીવાશના યુદ્ધમાં અંગ્રેજીઓએ ફ્રાંસિસિયોને હરાવ્યા.

·         1673: ન્યૂયોર્ક અને બોસ્ટન વચ્ચે ટપાલ સેવાનો પ્રારંભ થયો.

·         1666: મુગલ સમ્રાટ શાહજહાંનું નિધન થયું.

 

adv

Related News

post
post
post
post
post
post
post