• Home
  • News
  • Tokyo Olympics 2020 Live: રેસલર બજરંગ પુનિયા બનશે રિયલ સુલતાન! સેમી ફાઈનલમાં એન્ટ્રી
post

ટોક્યો ઓલિમ્પિકનો આજે 15 મો દિવસ છે. ભારતની મહિલા હોકી ટીમ આજે બ્રોન્ઝ મેડલ માટે મેદાનમાં ઉતરી હતી. ભારતીય મહિલા હોકી ટીમ પાસે પણ ઓલિમ્પિકમાં ઈતિહાસ બનાવવાની મોટી તક હતી. જોકે, ભારતીય મહિલા હોકી ટીમની ખેલાડીઓ બ્રિટેન સામેની કાંટાની ટક્કરમાં ખુબ લડીને આખરે હારી.

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-06 12:27:36

ટોક્યોઃ ટોક્યો ઓલિમ્પિકનો આજે 15 મો દિવસ છે. રેસલર બજરંગ પુનિયા પણ આજથી ઓલિમ્પિકમાં પોતાના અભિયાનની શરૂઆત કરી. રેસલર બજરંગ પુનિયા શરૂઆતથી જ ઓલિમ્પિકમાં મેડલના દાવેદાર માનવામાં આવે છે. 65 કિલો ગ્રામના વર્ગમાં રેસરલ બજંરગ પુનિયાએ કિર્ગિસ્તાનના ખેલાડીને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ઈરાનના ખેલાડીને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં બજરંગ પુનિયાએ શાનદાર જીત હાંસલ કરી છે. આ સાથે જ બજરંગ પુનિયાએ ક્વાર્ટર ફાઈનલની મેચ 2-1 થી જીતી લીધી છે. સેમી ફાઈનલમાં પહોંચ્યા બજરંગ પુનિયા. હવે સેમીફાઈનલમાં શાનદાર પ્રદર્શનની તેમની પાસે દેશ આશા રાખી રહ્યો છે. પુનિયા બનશે રિંગના કિંગ. ભારતના ખાતામાં અત્યાર સુધી ટોક્યો ઓલિમ્પિકમાંથી 5 મેડલ આવી ચૂક્યા છે. જ્યારે મહિલા રેસલર સીમા બિસલાની પહેલાં રાઉન્ડમાં હાર થઈ છે.

ભારતની મહિલા હોકી ટીમ આજે બ્રોન્ઝ મેડલ માટે મેદાનમાં ઉતરી હતી. ભારતીય મહિલા હોકી ટીમ પાસે પણ ઓલિમ્પિકમાં ઈતિહાસ બનાવવાની મોટી તક હતી. દિકરીઓ દેશ માટે મેડલ લાવી શકે છે. જોકે, ભારતીય મહિલા હોકી ટીમની ખેલાડીઓ બ્રિટેન સામેની કાંટાની ટક્કરમાં ખુબ લડીને આખરે હારી. બ્રિટેનની ટીમ સામે ભારતીય મહિલા હોકી ટીમ 4-3 થી હારી.

રમતની શરૂઆતમાં બ્રિટેનએ બે ગોલ કરીને પોતાની લીડ બનાવી લીધી છે. અને બ્રિટેન આજે ખુબ જ આક્રામક મુડ સાથે મેદાનમાં ઉતર્યું છે. જોકે, ભારતીય મહિલા હોકી ટીમે પલટવાર કરીને જબરદસ્ત રમત દર્શાવીને ઉપરાં ઉપરી 3 ગોલ ફટકારી દીધાં છે. અને એ સાથે જ 2 થી પાછળ રહ્યાં બાદ ભારતીય મહિલા હોકી ટીમ એક તબક્કે 3-2 થી આગળ થઈ ગઈ હતી. જોકે, ત્યાર બાદ બ્રિટને એક ગોલ કરીને 3-3 ગોલની બરાબરી કરી લીધી હતી. ત્યાર બાદ ફાઈનલ ક્વાર્ટરમાં બ્રિટેને એક ગોલ ફટકરીને 4-3 થી બઢત મેળવી લીધી હતી. રમતની છેલ્લી ઘઢી સુધી બ્રિટેને લીડ જાળવી રાખી અને ભારતીય મહિલા હોકી ટીમને 4-3 થી હરાવી. મહિલા હોકીની બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં બ્રિટેન સામે ભારત તરફથી ત્રણમાંથી બે ગોલ ગુરજીત કોરે ફટકાર્યા હતા. જ્યારે વંદના કટારિયાએ ત્રીજી ગોલ માર્યો હતો. 

adv

Related News

post
post
post
post
post
post
post