• Home
  • News
  • Tokyo Olympics: ટોક્યોમાં ચોથા સ્થાને રહીને પણ અદિતિએ રચ્યો ઈતિહાસ, PM, રાષ્ટ્રપતિ અને ખેલમંત્રીએ આપી શુભેચ્છા
post

ભારતીય મહિલા ગોલ્ફર અદિતિ અશોકે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં ઈતિહાસ રચી દીધો છે. અદિતિ ઓલિમ્પિકમાં ચોથા સ્થાને રહેનારી ભારતની પ્રથમ મહિલા ગોલ્ફર બની ગઈ છે. તે સામાન્ય અંતરથી મેડલ ચુકી ગઈ હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-07 13:14:07

ટોક્યોઃ ટોક્યો ઓલિમ્પિકની મહિલા ગોલ્ફ ઇવેન્ટમાં ભારતની યુવા ગોલ્ફર અદિતિ અશોકે શાનદાર પ્રદર્શન કરતા ઈતિહાસ રચી દીધો છે. અદિતિનો કુલ સ્કોર15 અન્ડર 269 રહ્યો અને તે બે સ્ટ્રોક્સથી મેડલ ચુકી ગઈ. ખેલોના મહાકુંભમાં શાનદાર પ્રદર્શન કરનાર અદિતિને સોશિયલ મીડિયા પર શુભેચ્છા આપનારની લાઇનો લાગી છે. ખેલ મંત્રી અનુરાગ ઠાકુરથી લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અદિતિના પ્રદર્શનની પ્રશંસા કરી છે. 

તમે ઈતિહાસ રચી દીધો, ભવિષ્ય માટે શુભેચ્છાઓ..

અદિતિ તમે સામાન્ય અંતરથી મેડલ ચુક્યા, અમને તમારા પર ગર્વ છે....

અદિતિ તમે ચેમ્પિયન છો

અદિતિ તમે સારૂ રમ્યા, ભવિષ્ય માટે શુભેચ્છાઓ...

તમે શાનદાર પ્રદર્શન કર્યુ અદિતિ અશોક

ટોક્યો ઓલિમ્પિકમાં પોતાની રમતથી અદિતિએ બધાને ચોંકાવ્યા


 

adv

Related News

post
post
post
post
post
post
post