• Home
  • News
  • પાકિસ્તાનમાં કુલ કેસ 1 લાખની નજીક, ઇમરાનનો બીજા લૉકડાઉનનો ઇનકાર
post

અત્યાર સુધીમાં 2 હજાર લોકોના મોત, 24 કલાકમાં નવા 5 હજાર કેસ સામે આવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-08 12:14:12

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં કોરોનાના કારણે સ્થિતિ વણસી રહી છે પણ વડાપ્રધાન ઇમરાન ખાને દેશમાં બીજું લૉકડાઉન લાગુ કરવાનો ઇનકાર કર્યો છે. સૈન્ય તહેનાત કરવા છતાં પણ પાક.માં કોરોનાની ઝડપ દુનિયાને દંગ કરી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 98 હજારથી વધુ કેસ સામે આવ્યા છે અને 2 હજારથી વધુ મોત થયા છે.  


24
કલાકમાં કોરોનાના 4,960 નવા કેસ
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા મંત્રાલયના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4,960 નવા કેસ સામે આવ્યા, જે સાથે કોરોનાના કુલ કેસ 98,943 થયા છે. કોરોનાથી સંક્રમિત 67 લોકોના મોત સાથે દેશમાં કુલ મોતનો આંકડો 2,002 થયો છે.


કોરોના વાઇરસ મુદ્દે ચીનનો શ્વેતપત્ર, પોતાને નિર્દોષ ગણાવ્યું
કોરોનાના સમાચાર મોડા આપવાના આક્ષેપોથી ઘેરાયેલા ચીને શ્વેતપત્રમાં પોતાને નિર્દોષ ગણાવી કહ્યું કે માણસથી માણસમાં ચેપની 19 જાન્યુ.એ ખબર પડી.

adv

Related News

post
post
post
post
post
post
post