• Home
  • News
  • પ્રવાસી ભારતીયોને આશા:‘અમેરિકન ડ્રીમ’ પુનર્જીવિત કરશે બાઇડન-કમલા; આજે બાઇડન પ્રમુખ, હેરિસ ઉપપ્રમુખપદે શપથ લેશે
post

નવા ચૂંટાયેલા પ્રમુખને આમંત્રિત કરીને જ પૂર્વ પ્રમુખ વ્હાઈટ હાઉસ છોડે છે. આ સાથે તેઓ નવા પ્રમુખને શપથગ્રહણ માટે કેપિટલ હિલ પણ લઈ જાય છે અને ત્યાં સમારંભમાં સામેલ પણ થાય છે, જોકે ટ્રમ્પ આવું નહીં કરે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-20 09:00:45

જો બાઈડન આજે અમેરિકાના પ્રમુખ અને કમલા હેરિસ ઉપપ્રમુખ તરીકે શપથ લેશે. અમેરિકામાં રહેતા ભારતીયો માને છે કે બાઈડન-હેરિસ એડમિનિસ્ટ્રેશન અમેરિકન ડ્રીમને પુનર્જીવિત કરશે, જેમાં તમામનો વિકાસ સામેલ છે. ટ્રમ્પના કાર્યકાળમાં લાગુ કરાયેલી નીતિઓ અમેરિકાની પ્રગતિમાં અવરોધ સર્જે છે, એમાં સૌથી ઘાતક છે માઈગ્રેશન પોલિસી, કારણ કે એનાથી સેંકડો ભારતીય પ્રભાવિત થયા છે. આ ઉપરાંત અમેરિકાને પણ ભારે નુકસાન થયું છે. બાઈડનના સાથીદારો જણાવે છે કે અમારી સરકાર ફેમિલી વિઝાનું સમર્થન કરશે. પહેલાં હાઈસ્કિલ્ડ ધરાવતા અને શ્રમિકો માટેની વિઝાનીતિમાં સુધારો કરાશે. બાદમાં ગ્રીનકાર્ડ અને વિઝા નિયમોની સમીક્ષા થશે.

અમેરિકા આવેલા અહેસાન આલમ કહે છે, હું પહેલાં ઈન્ફોસિસમાં કામ કરવા આવ્યો હતો, પરંતુ બાદમાં એક અમેરિકન ફર્મમાં જોઈન થઈ ગયો. દર વર્ષે એચ-1બી વિઝા પ્રોગ્રામ હેઠળ 85 હજારથી પણ વધુ લોકોને વિઝા અપાય છે, જેમાં આશરે 75% ભારતીય હોય છે. ટ્રમ્પની નીતિઓને કારણે આ પ્રોગ્રામમાં અરજી રિજેક્ટ કરવાનો દર 2015માં 4.3% હતો, જે 2019માં 15.2% સુધી પહોંચી ગયો હતો. 2019માં એલ-1 વિઝાની 28.1% અરજીઓ રિજેક્ટ થઈ.

ટ્રમ્પ એક નિયમ લાવ્યા હતા, જેને પબ્લિક ચાર્જકહે છે, એનાથી સરકારી મેડિકલ કે ખાદ્ય સહાયતા લો તો ગ્રીનકાર્ડ કે નાગરિકત્વ મેળવવું મુશ્કેલ થઈ જાય છે. જોકે બાઈડન વચન આપે છે કે તેઓ આવા નિયમો અને ગરીબ માઈગ્રન્ટ સાથે થતો ભેદભાવ દૂર કરશે. ન્યૂજર્સીસ્થિત ભારતીય મૂળનાં એક વકીલ શ્વેતા સિંહ કહે છે કે ટ્રમ્પની માઈગ્રેશન પોલિસીને કારણે દેશમાં 10 લાખથી વધુ હોદ્દા ખાલી છે. મે સુધી ટેક કંપનીઓમાં પણ છ લાખથી વધુ હોદ્દા ખાલી હતા, કારણ કે ટ્રમ્પની નીતિઓને કારણે અનેક લોકો અહીં આવી ના શક્યા. અમેરિકામાં આશરે 5 લાખ ભારતીયો છે, જેમની પાસે પૂરતા દસ્તાવેજો નથી, પરંતુ હવે તેમને નાગરિકત્વ મળવાની આશા છે. કેપિટલ હિલમાં થયેલી હિંસા પછી ટ્રમ્પથી તેમના સાથીદારો પણ નારાજ છે.

પરંપરા તૂટશે: ટ્રમ્પ શપથ પહેલાં જ વ્હાઈટ હાઉસ છોડશે
નવા ચૂંટાયેલા પ્રમુખને આમંત્રિત કરીને જ પૂર્વ પ્રમુખ વ્હાઈટ હાઉસ છોડે છે. આ સાથે તેઓ નવા પ્રમુખને શપથગ્રહણ માટે કેપિટલ હિલ પણ લઈ જાય છે અને ત્યાં સમારંભમાં સામેલ પણ થાય છે, જોકે ટ્રમ્પ આવું નહીં કરે.

 

adv

Related News

post
post
post
post
post
post
post