• Home
  • News
  • અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી:ટ્રમ્પે જુઠ્ઠાણાંથી ભાષણની શરૂઆત કરી, કહ્યું- મેક્સિકોની સરહદે દીવાલ બની ગઈ છે
post

બીજું જૂઠ- એ 8 કરોડ લોકો પણ મતદાન કરશે જે રજિસ્ટર્ડ નથી કરાયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-26 10:15:16

અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીએ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ટ્રમ્પ ગુરુવારે ઉમેદવારી મંજૂરીનું ભાષણ આપશે. પણ તે પહેલા દિવસે જ કન્વેન્શનનું ટીવી પ્રસારણ શરૂ થવાથી 8 કલાક પહેલાં મંચ પર પહોંચી ગયા હતા. કાર્યક્રમ ઉત્તર કેરોલિનામાં ચાલી રહ્યો હતો.

ટ્રમ્પે ભાષણની શરૂઆત જ જુઠ્ઠાણાંથી કરી હતી. તેમણે કહ્યું કે મેક્સિકોની સરહદે દીવાલ સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂકી છે પણ ન્યૂઝ ચેનલો આ વાત સ્વીકારવા તૈયાર નથી. બીજું જૂઠ એ કહ્યું કે એ 8 કરોડ લોકો પણ પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરી શકશે જે મતદાન માટે રજિસ્ટર્ડ થયા નથી. તે પછી ટ્રમ્પે કહ્યું કે અમેરિકામાં મહામારીનો મુકાબલો ખૂબ જ સારી રીતે કરાયો છે. દરેક જગ્યાએ ભીડ જોઈને એ વાતનો અંદાજ લગાવી શકાય છે. જોકે સત્તાવાર રીતે કોઈ પણ વિભાગ અને અધિકારીએ આ ત્રણેય બાબતો સત્ય હોવાની પુષ્ટી કરી નહોતી.

·         ટ્રમ્પના દીકરા જુનિયર ટ્રમ્પે બિડેન પર પ્રહાર કરતાં કહ્યું કે ચૂંટણીમાં કટ્ટરપંથીઓને જીતાડશો નહીં. અમેરિકા અવસર અને વાયદો પૂર્ણ કરનારી ધરતી છે.

·         ભારતીય-અમેરિકી રાજનેતા નિક્કી હેલીએ કહ્યું કે ડેમોક્રેટ કહે છે કે અમેરિકામાં જાતિવાદ છે. આ એક જુઠ્ઠાણું છે. અમેરિકા જાતિવાદી દેશ નથી. ભારતીય હોવા છતાં મને અને મારા પરિવારે ક્યારેય અમેરિકામાં નફરતનો સામનો કરવો પડ્યો નથી.

·         વિદેશમંત્રી માઈક પોમ્પિઓએ ગત મહિને જ તેમના વિભાગના તમામ લોકોને ચૂંટણીપ્રચાર ન કરવાની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ સંઘીય કાયદા વિરુદ્ધ છે પણ પોમ્પિઓ ખુદ જ ટ્રમ્પનું સમર્થન કરવા કન્વેન્શનમાં પહોંચ્યા હતા.