• Home
  • News
  • અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી:પહેલીવાર આજે ટ્રમ્પ-બાઈડેનની રેલીઓ ટકરાય તેવી શક્યતા
post

પ્રેસિડેન્શિયલ ડીબેટમાં જ પહેલીવાર બંને ઉમેદવાર સામ-સામે આવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-30 10:51:23

અમેરિકામાં ફ્લોરિડાના ટાંપા શહેરમાં શુક્રવારે (ભારતીય સમયાનુસાર) યોજાનાર બે ચૂંટણી રેલીઓ રસપ્રદ થવાની શક્યતા છે. સૂત્રો મુજબ ટાંપાના ફૂટબોલ સ્ટેડિયમની બહાર આ રેલીઓ યોજાવાની છે. સવારે પહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પ રેલી કરશે. તેના પછી અહીં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડેનની રેલી યોજાશે. એવામાં રેલીઓના સમયમાં થોડોક પણ તાલમેલ બગડશે તો અથડામણ થઇ શકે છે.

ચૂંટણીપ્રચાર દરમિયાન અગાઉ ફક્ત બે વખત જ પ્રેસિડેન્શિયલ ડીબેટ વખતે બંને ઉમેદવાર સામ-સામે આવ્યા હતા. નિષ્ણાતો કહે છે કે ટ્રમ્પ આ તકનો લાભ લેેશે. તેમની રેલીમાં હજારો લોકો ઉમટશે.

વિદેશનીતિ મામલે બાઈડેન ટ્રમ્પ કરતાં શ્રેષ્ઠ - સરવે
અમેરિકી યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય બાબતોના સંગઠન ટીઆરઆઈપીએ એક સરવે કર્યો છે. આ સરવેમાં 708 વિદ્વાનોનો અભિપ્રાય લેવાયો છે. સરવે મુજબ 92 ટકા નિષ્ણાતો કહે છે કે વિદેશનીતિ મામલે ટ્રમ્પ કરતાં બાઈડેન શ્રેષ્ઠ છે. ફક્ત 5 ટકાએ ટ્રમ્પનો પક્ષ લીધો.

સામ-સામે વાકપ્રહાર
એરિઝોનાની રેલી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- મીડિયા અને સોશિયલ મીડિયા બાઈડેન પર લગાવેલા ભ્રષ્ટાચારના ગંભીર આરોપોને છુપાવી રહ્યા છે. તેનાથી અમેરિકામાં પ્રેસના દમન જેવી સ્થિતિ પેદા થઈ રહી છે.

વિલમિંગ્ટનની રેલી દરમિયાન જો બાઈડેને કહ્યું- અમે કોરોનાને ક્ષણ વારમાં સમાપ્ત કરી દેવાનો જૂઠો વાયદો નહીં કરીએ. જો હું જીતીશ તો આ મહામારીને ખતમ કરવા આકરી મહેનત કરીશ.