• Home
  • News
  • ટ્રમ્પે પોતાના ખાસ લોકોની તપાસ કરી રહેલા અધિકારીઓને હાંકી કાઢ્યા, ચૂંટણીમાં જોખમ બનનારા નિશાન પર
post

અમેરિકાના રાષ્ટ્રપતિએ મહાભિયોગમાંથી બચી ગયા પછી સ્વતંત્ર વિચારો ધરાવતા અનેક અધિકારીઓ ખસેડ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-22 10:18:16

વોશિંગ્ટન: અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ અધિકારીઓને નિશાન બનાવી રહ્યા છે, જેમના કારણે તેમના ફરીથી ચૂંટાવામાં મુશ્કેલી પડી શકે છે. તેમણે શનિવારે કેન્દ્ર સરકારના પ્રોસીક્યુટર જ્યોર્જ બર્મેનને કાઢી મુક્યા છે. બર્મેને ટ્રમ્પના પૂર્વ અંગત વકીલને જેલમાં મોકલાવી દીધો હતો. તે વર્તમાન વકીલની પણ તપાસ કરી રહ્યા છે. મેનહટ્ટનમાં બર્મની ઓફિસે એક પછી એક અનેક કેસની તપાસ કરી છે, જેના લીધે ટ્રમ્પ હચમચી ગયા છે. 

બર્મેનને ખસેડી દેવાની કાર્યવાહી ટ્રમ્પે પોતાના ચૂંટણી અભિયાનમાં પ્રાણ ફૂંકવાની હલચલ વચ્ચે શરૂ કરી છે. આ બાજુ, તેમના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના નવા આરોપોએ ટ્રમ્પની મુશ્કેલી વધારી છે. 
જોન બોલ્ટને પોતાનાં સંસ્મરણોમાં લખ્યું છે કે, ન્યાયમાં અવરોધ પેદા કરવો ટ્રમ્પની જીવનશૈલીનો ભાગ છે. રિપબ્લિકન પાર્ટીના મહાભિયોગમાંથી બચી ગયા પછી ટ્રમ્પે સરકારી અધિકારીઓને બદલી કરવાનું શરૂ કર્યું છે. વર્ષના પ્રારંભમાં રાષ્ટ્રપતિએ સ્વતંત્ર વિચારો ધરાવતા ઈન્સ્પેક્ટર જનરલ અને કેટલાક અન્ય અધિકારીઓને કાઢી મુક્યા હતા. મહાભિયોગ કેસમાં આ બધાની મુખ્ય ભૂમિકા હતી. 
2018
થી આ પદ પર કામ કરી રહેલા બર્મેને પહેલા પદ છોડવાનો ઈનકાર કર્યો હતો. ત્યાર પછી શુક્રવારે એટોર્ની જનરલ વિલિયમ બરે જાહેરાત કરી કે બર્મેનના સ્થાને જે ક્લેટનની નિમણૂક કરાઈ છે. ક્લેટનના ટ્રમ્પ સાથે સારા સંબંધો છે. શનિવારે બરે બર્મેનને જણાવ્યું કે, તેમના સ્થાને પ્રોસીક્યુટરના મદદનીશ ઓડ્રી સ્ટ્રાસની નિમણૂક કરાઈ છે. સ્ટ્રાસની નિમણૂક પછી બર્મેને રાજીનામાની જાહેરાત કરી છે. 

રિપબ્લિકન પાર્ટીના નેતાઓએ પણ ટ્રમ્પનો બચાવ કર્યો નથી. રાષ્ટ્રપતિની નજીકના કેટલાક લોકોએ ચિંતા વ્યક્ત કરી છે કે, તેમની પાર્ટીના સાંસદો જ ટ્રમ્પના નિર્ણયથી દૂર રહેવા માગે છે. પ્રોસીક્યુટર ઓફિસના અનેક વર્તમાન અને પૂર્વ અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે, આ નિર્ણયથી કેન્દ્ર સરકારના તપાસકર્તાઓની સ્વતંત્રતાને જોખમ છે. 

પ્રોસીક્યુટરે ડોનાલ્ડ ટ્રમ્પની નજીક રહેલા અનેક લોકોને જેલમાં મોકલ્યા છે 
બર્મેનની ઓફિસ અને વ્હાઈટ હાઉસ વચ્ચે ઘણા દિવસોથી તણાવ હતો. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન અનેક સંવેદનશીલ બબાતોની તપાસથી રાષ્ટ્રપતિ અને તેમના ખાસ લોકો નારાજ હતા. 2018માં લાંબા સમય સુધી ટ્રમ્પના વકીલ રહેલા માઈકેલ કોહેનની ધરપકડ કરાઈ હતી. ત્યાર પછી તુર્કીની સરકારી - હાલ્ક બેન્કનો કેસ પણ છે. તાજેતરમાં જ બર્મેને ટ્રમ્પના અંગત વકીલ રૂડોલ્ફ ગુલિયાની સામે પણ તપાસ શરૂ કરી છે. રાષ્ટ્રપતિ અને બર્મેન વચ્ચે વિવાદનો એક મુખ્ય કેસ હાલ્કબેન્ક સાથે 
જોડાયેલો છે. 

પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને પોતાના પુસ્તકમાં દાવો કર્યો છે કે, ટ્રમ્પે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તેયિપ એર્દોગનને 2018માં વચન આપ્યું હતું કે, તેઓ બેન્ક વિરુદ્ધ ચાલી રહેલી તપાસમાં હસ્તક્ષેપ કરશે. બેન્કને ઈરાન સામેના અમેરિકન પ્રતિબંધોના ઉલ્લંઘનની દોષી ઠેરવાઈ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post