• Home
  • News
  • વધતી બેરોજગારીના કારણે ટ્રમ્પ H-1B વીઝા સસ્પેન્ડ કરી શકે છે, ભારતના IT પ્રોફેશનલ્સને નુકસાન થશે
post

H-1B વીઝા સહિત H-2B, J-1 અને L-1 વીઝાના સસ્પેન્શન ઉપર પણ ટ્રમ્પ સરકાર વિચાર કરી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-13 11:58:05

વોશિંગ્ટન: અમેરિકામાં મહામારીના કારણે બેરોજગારીનો દર અચાનક વધી ગયો છે. તેની અસર ઓછી કરવા માટે અને અમેરિકાના નાગરિકોની નોકરીઓ બચાવવા માટે ટ્રમ્પ સરકાર H-1B વીઝા સહિત ઘણા રોજગાર વીઝાને સસ્પેન્ડ કરવા ઉપર વિચાર કરી રહી છે. જો આ વીઝાને સસ્પેન્ડ કરવામાં આવશે તો ભારતના IT પ્રોફેશનલ્સ ઉપર તેની મોટી અસર થશે.

વોલ સ્ટીટ જર્નલના સમાચાર મુજબ, વીઝાનું સસ્પેન્શન એક ઓક્ટોબરથી શરૂ થનાર નવા નાણાકીય વર્ષમાં લંબાવવામાં આવી શકે છે. સસ્પેન્શન દરમિયાન અમેરિકાની બહારથી કોઈ પણ H-1B વીઝા લઈને કામ કરવા આવી શકશે નહીં. જોકે પહેલેથી જ રહેનાર વીઝા ધારકો ઉપર તેની કોઈ અસર નહીં પડે. વ્હાઈટ હાઉસના પ્રવક્તા હોગન ગિડલીએ કહ્યું કે હજુ આના પર કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. સરકાર ઘણા પ્રકારના પ્રસ્તાવો ઉપર વિચાર કરી રહી છે.

આ વીઝા સસ્પેન્ડ થઈ શકે છે
H-1B:
વિશેષ કામ માટે કર્મચારીઓને આપવામાં આવતા વીઝા
H-2B:
નોન-એગ્રીકલ્ચરલ કામ માટે સીઝનલ વર્કરોને આપવામાં આવતા વીઝા
J-1:
મેડીકલ અને બિઝનેસની તાલીમ મેળવનાર માટે આપવામાં આવતા વીઝા
L-1:
ગ્લોબલ કંપનીઓના કર્મચારીઓને અમેરિકા ટ્રાન્સફર ઉપર આપવામાં આવતા વીઝા

ભારત ઉપર અસર પડશે
H-2B
વીઝાને બાદ કરતા અન્ય તમામ વીઝાને સસ્પેન્ડ કરવાની અસર ભારત ઉપર પડશે. H-2B વીઝા ખાસ કરીને મેક્સિકોના પ્રવાસી મજૂરોને કામ આવે છે. અમેરિકામાં દર વર્ષે 10 લાખ કર્ચચારી બીજા દેશમાંથી આવે છે. અમેરિકાના સાંસદોએ કહ્યું કે બેરોજગારીના દર આટલો ઊંચો છે તો આ કર્મચારીઓને વીઝા આપવાનું કોઈ કારણ નથી.

H-1B વિઝા શું છે?
H-1B
વિઝા બિન-પ્રવાસી વીઝા છે. અમેરિકાની કંપનીઓ બીજા દેશના ટેક્નિકલ એક્સપર્ટ્સ નિયુક્ત કરે છે. નિયુક્તિ પછી સરકાર પાસે આ લોકો માટે H-1B વિઝા માગવામાં આવે છે. અમેરિકાની મોટા ભાગની IT કંપનીઓમાં દર વર્ષે ભારત અને ચીન જેવા દેશમાંથી લાખો કર્મચારીઓની નિયુક્તિ આ વીઝા દ્વારા કરાય છે.  નિયમ મુજબ જો કોઈ H-1B વિઝા ધારકની કંપનીએ કોન્ટ્રેક્ટ ખતમ કરી લીધો છે, તો વીઝા સ્ટેટસ બનાવી રાખવા માટે તેણે 60 દિવસની અંદર નવી કંપનીમાં જોબ શોધવાની હોય છે. ભારતના IT વર્કર્સ આ 60 દિવસની મુદતને વધારીને 180 દિવસની કરવાની માગ કરી રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post